હજારો લોકોએ આરીફને શ્રદ્ધાંજલિ આપી
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં વડોદરાનાં શહીદ સેનાના જવાન આરિફ પઠાણની અંતિમ યાત્રામાં આજે હજારો લોકો તેને નમન કરવા આવી પહોંચ્યાં છે. મંગળવારે રાતે તેના મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યા બાદ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મુકાયો હતો. આજે સવારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં મૃતદેહને દફનવિધિ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં તેના ઘરે લઈ જવાયો હતો. જ્યાં પરિવારની સાથે સાથે મિત્રો, પાડોશીઓ અને શહેરીજનોની આંખો નમ થઇ ગઇ હતી. હજારો લોકોને તેની શહીદી પર ગર્વ છે. શહીદનાં ભાઇએ કહ્યું કે તે બધાની મદદ માટે તત્પર રહેતો. હંમેશા હસતો અને બધાને ખુશ રાખતો હતો.
શહીદ જવાન આરીફ પઠાણ તેની બહેનો અને ભાણિયોનો ઘણો જ ચહીતો હતો. તે જ્યારે પણ ગુજરાત આવતો પોતાની બહેનોને જરૂરથી મળતો. પોતાના વ્હાલાં ભાઈ આરીફના અંતિમ શબ્દો યાદ કરતાં તેમની બહેનો ચોંઘાર આશુએ રડી પડી હતી. બહેનોએ જણાવ્યું કે, આરીફ તેની બહેનો અને ભાણા અને ભાણીયાઓને ખૂબ પ્રેમ કરતો હતો. રમઝાનના પહેલા તે અમને દસ હજાર રૂપિયા ઈદી પણ આપીને ગયો હતો. પરંતુ અમને ક્યાં ખબર હતી કે આ આરીફે આપેલી છેલ્લી ઈદી હશે.
તેમની માતાએ પોતાનો ગર્વ અને વ્યથા જણાવતા કહ્યું હતું કે, આરીફે આટલી ગરમીમાં પણ બધા જ રોઝા ર્ક્યાં હતા. છેલ્લી વખતે તે આવ્યો ત્યાકે તેની સાથે જાનમાઝ એટલે નમાઢ પઢવાની ચાદર પણ લઈને ગયો હતો. બે ત્રણ દિવસ પહેલાં તેને વીડિયો કોલ પણ કર્યો હતો અને સાધાંના દુઃખાવાની દવા લઈ આવવાનું કહ્યું હતું.
8 વર્ષની ભત્રીજી કાસીફા સાથે શહીદ આરીફ અવારનવાર વીડિયો કોલ પર વાત કરતો હતો. તે પણ આજે ચાચુ…ચાચુ..ની બુમો પાડીને જાણે શહીદને ઉઠાડી રહી હતી. કાસીફાનો આક્રંદ જોઈ ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
ભારત માતાની જયનાં નારા સાથએ શહીદ વીરનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યાં હતાં.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.