You can never forget the joy of going to Gujarat, where you can enjoy the fun

ઊનાળાની અસહ્ય ગરમીમાં પરેશાન થયા પછી ચોમાસુ આવી પહોંચે જેની એક મજા છે. તે મજા વિશ્વમાં કઈ રીતે પ્રાપ્ત થાય!! ચોમાસાની મૌસમમાં વરસાદમાં પલળવાની મજા અનેરી હોય છે. કુદરતે કેવી સરસ મૌસમની રચના કરી છે. ઠંડી, તડકો અને પાણી. ખરેખર ઈશ્વર એટલે જ પ્રકૃતિ – ઝાડ-પાન, નદી-ઝરણા અને સાગર-મહાસાગર. આ બધી રચના જ કુદરત હાજર હોવાનો અહેસાસ કરાવે છે.

ચોમાસાની ઋતુમાં લહેરાતો ઠંડો પવન અને વરસાદ બંને મનને પ્રફુલ્લિત કરી દે છે. વરસાદ બાદ વાતાવરણ એકદમ રોમાન્સથી ભરેલું બની જાય છે. ત્યારે શાંતિની અનુભૂતિ થાય છે. એવી જ રીતે આજનો આર્ટીકલ તમને મનથી આનંદિત કરી દેશે.

ગુજરાતમાં ચોમાસાની મૌસમમાં ખુબસુરત વોટરફોલ એટલે કે મોટા પડતા પાણીના ધોધની મોજ માણવી હોય તો આ જગ્યાએ તમારે જવું પડે. એવા અમુક સ્પેશિયલ સ્થળો છે, જ્યાં ચોમાસામાં ફરવા જવાનો આનંદ ક્યારેય ભૂલાય નહીં એવો હોય છે.

૧. ગીરમલ વોટરફોલ (સાપુતારા)

સુરતથી થોડે અંતરે આવેલ હિલ સ્ટેશન સાપુતારમાં આ ધોધનું નિર્માણ થાય છે. અને ચોમાસા દરમિયાન નવા પાણી ની આવકથી આ વોટરફોલ અતિસુંદર જોવાલાયક બની જાય છે.

૨. હાથણી માતા ધોધ (વડોદરા)

વડોદરા શહેરથી થોડા જ અંતરે હાથણી વોટરફોલ છે. જે ત્યાંના અદ્દભૂત નજારા માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.

૩. નિનાઈ ધોધ (ભરૂચ)

ભરૂચની બાજુમાં આ ધોધમાર પડતા પાણીની મજા માણી શકાય છે. નીચાણવાળા છીછરા પટ પર લોકો ન્હાવાની મજા માણતા હોય છે. હજારો લોકો માટેનું ફરવાનું સ્થળ છે.

૪. જન્જરી ધોધ (દેહગામ)

 

ગુજરાતમાં આવેલ દેહગામમાં પણ કુદરતે ભરપુર નજારો આપ્યો છે. આ સ્થળે ઉંચાઈથી પાણી પડતું હોય તે જોવામાં ખુબ આનંદ આવે છે. તથા જંગલ વિસ્તારનું વાતાવરણ મનને આનંદીત બનાવે છે.

૫. જંજીર ધોધ (ગીર)

સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીરના જંગલમાં આં વોટરફોલ છે. અહીં આરામથી ન્હાવાની મજા માણી શકાય છે. તથા ફેમીલી સાથે ટુર કરવાની મજા કંઈક અનેરી જ છે.

ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આવેલા આ વોટરફોલ જોતા જ ન્હાવાનું મન થઇ જાય છે. સેલ્ફીના શોખીનો તેમજ ફરવાના દીવાનાઓં માટે આ બધા વોટરફોલની મજા ચોમાસા દરમ્યાન ખાસ માણવા જેવી છે. ચોમાસામાં વરસાદને કારણે ધોધનું પ્રમાણ વધે છે. પરિણામે ખુબસુરત નજારો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024