પતિ-પત્નીના સંબંધને લાંબા જાળવવા માટે આ પાંચ વાતનું રાખો ખાસ ધ્યાન

પોસ્ટ કેવી લાગી?

જૂના સમયમાં લગ્ન માટે પાત્રો પસંદ કરવામાં ખાસ તકલીફ પડતી ન હતી. એ સમયમાં ભણતર, આર્થિક પરિસ્થિતિ તેમજ આવી ઘણી બાબતને ઓછી નજરમાં લેવાતી. બધા કારણોમાં અગત્યનું એ પણ હતું કે, એ સમયમાં સંબંધોની બાબતમાં છેતરામણી જેવું થતું ન હતું. જયારે આજનો સમય છે જેમાં ઘણાં પાસાઓને ધ્યાનમાં લેવાં પડે છે. તો જમાનો આગળ વધ્યો કે પાછળ? કાંઈ ખબર પડતી નથી.

આજના સમયની મુખ્ય સમસ્યાને હળવી કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેનાં સુમધુર સંબંધોને બગડતા અટકાવી શકાય છે. જો તમે આ પાંચ પરિબળોને હંમેશા યાદ રાખશો તો ક્યારેય કોઈ પ્રકારની તકલીફ નહીં આવે. એ પરિબળોની યાદીમાં છે – વિશ્વાસ, પ્રમાણિકતા, રિસ્પેક્ટ, એડજસ્ટ અને સંવાદ. તો આજ પરિબળોને વિસ્તૃતમાં જાણીએ.

૧. વિશ્વાસ

પતિ-પત્ની વચ્ચેનાં સંબંધ મેરેજનાં શરૂઆતી સમયમાં ઘણાં લાગણી ભર્યા હોય છે. જેમ સમય વીતે તેમ પછી શંકાના સવાલો મનમાં ઘર કરતાં જાય છે. બાદ એવું કહી શકાય કે, વિશ્વાસમાં કમી આવી હોય. જેને કારણે મગજમાં સતત સામેની વ્યક્તિ માટે શંકાઓ પેદા થતી હોય છે.

અમુક એવા સામાન્ય પ્રશ્નો છે. જેમ કે, આ વ્યક્તિ મને જ પ્રેમ કરે છે ને? મારો કોઈ લાભ તો નથી લઇ રહ્યાને? બહાર કોઈ સાથે સંબંધ હશે? આવા એક નહીં અનેક ગુંચવણ ભર્યા પ્રશ્નો મનને ખરાબ કરે છે. એ પ્રશ્નનાં જવાબ અને એ પરિસ્થિતિનાં સોલ્યુસનમાં એક નાનકડી કી “વિશ્વાસ” છે.

સમગ્ર પૃથ્વી પર વસતા બધાં લોકોને સારો જ સંબંધ બનાવવો છે. છતાં એ શક્ય કેમ નથી બનતું..? આ તમામ ચર્ચાનું મૂળ એક જ વાતમાં છે – વિશ્વાસ”આપણે ખુદ બીજામાં વિશ્વાસ રાખીએ તો સામે પણ આપણને વિશ્વાસનો અહેસાસ થાય. પહેલાં તો આપણી આંખને જ પોઝીટીવ જોતા શીખવવું જોઈએ. જરૂર કરતાં વધારે શકથી જોનાર નજરને સારા વ્યક્તિની પરખ ક્યારેય થતી નથી. માટે સંબંધોને જાળવી રાખવા વિશ્વાસને રાખતા શીખવું જોઈએ.

૨. પ્રમાણિકતા

સંબંધ હંમેશા અકબંધ હોય છે. પણ ત્યારે પાયા થોડા ડગમગે છે જયારે પ્રમાણિકતાનું પ્રમાણપત્ર બતાવવું પડે. વાતે-વાતે જુઠું બોલવું, જાણ કરવા જેવી બાબતને છુપાવવી, પાછળથી ખણખોદ કરવી વગેરે અને વગેરે. આવી નાની નાની બાબતને લીધે જ એક દિવસ સારા અને સાચા સંબંધોની પ્રમાણિકતા ગુમાવી બેસીએ છીએ. કોઈ જુએ કે ન જુએ, સદા સામેવાળી વ્યક્તિને પ્રમાણિક થઇને રહેવું જોઈએ. બેઈમાનીની લાઈફ વધુ ટકી શકતી નથી. વિશ્વાસ જેવાં પરિબળની સમકક્ષ જ છે આ પ્રમાણિકતાનું પરિબળ.

૩. રીસ્પેક્ટ

કોઈ પણ પ્રકારનાં સંબંધ હોય – વ્યક્તિની મનથી કદર થવી જોઈએ. નહીતર પથ્થર પણ પાણી ઢોળ જેવું થાય. એકબીજાનાં મનમાં ઉદ્દભવતી પરસ્પરની લાગણીને જાણતા શીખવું જોઈએ. સાથે સંબંધને જગ્યા, વ્યક્તિ અને સમય જોઇને નિભાવવો જોઈએ. ખુદનું માન જાળવવા બીજાની છબી નીચી દર્શાવી દેવી એ રીસ્પેક્ટનો ભંગ કર્યા જેવું છે. કોઈને ફરિયાદનો મોકો ક્યારેય ન આવે તેવાં પ્રયત્નો કરવા જોઈએ. અન્યને દિલથી આપેલું માન ખુદ જાતને સામેથી મળતા માન બરાબર છે.

૪. એડજસ્ટ

એડજસ્ટ એટલે અનુકુળ થવું એ. થોડી સંબંધોની બાબતમાં બાંધછોડ કરતાં શીખી જવું. ક્યારેક એ પણ કરવું પડે જે ખુદને પસંદ નથી પણ સામેવાળાના સ્મિત માટે એ કરવું. સંબંધ ટકાવી રાખવા તેમજ મજબુત કરવા ઉપકારની ભાવના વિના વગર અપેક્ષાએ કાર્ય કરવું જોઈએ. જયારે પણ કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય ત્યારે તેને ટેકો આપવો જોઈએ. યોગ્ય સમયે – યોગ્ય કરેલ મદદ એ પણ એક પ્રકારનું એડજસ્ટ જ કહેવાય.

૫. સંવાદ

વગર શબ્દોની ભાષા હોતી નથી. એમ ક્યારેક એવું મનમાં થાય કે, આ વ્યક્તિ ખરાબ છે. એવી નાજુક પરિસ્થિતિમાં બે વ્યક્તિઓ એકલા હોય ત્યારે વ્યક્તિગત તેને એ પાછળનું કારણ પૂછી લેવું જોઈએ. કોઈનો ગમો-અણગમો કે ખરાબ વર્તન નથી ગમતું તો ખુલ્લા દિલથી એ વિશે ચર્ચા કરી લેવી જોઈએ. વધુ પડતું ગુઢ રહેવાથી સામેની વ્યક્તિ પ્રત્યેની લાગણીઓ મનમાં દુભાતી હોય એવું સતત લાગ્યા કરે. ત્યારે એક વાક્યને યાદ કરવું, “ધારી લેવું કરતાં પૂછી લેવું સારું”

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures