અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ ફેસબુક પર પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલામાં 5 બિલિયન ડોલર મતલબ કે લગભગ 34 હજાર કરોડનો દંડ ફટકાર્યો છે. કમિશન પ્રમાણે અમેરિકામાં પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલે કોઇ પણ કંપની પર લગાવાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે આ દંડ ફેસબુકની કુલ માર્કેટ કેપ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો લગભગ 1 ટકા જેટલો છે. માર્ચ 2018માં ફેસબુકનો ડેટા લીકનો સૌથી મોટો મામલો સામે આવ્યો હતો. એફટીસીએ ફેસબુકને યુઝર્સની ડેટા પ્રાઇવેસી અને સુરક્ષાની ચૂકમાં દોષિત માની છે.
એફટીસીના ચેરમેન જો સિમન્સે કહ્યું કે ફેસબુક લગાતાર વાયદાઓ કરી રહી હતી કે તે દુનિયાભારમાં એ વાતનું નિયંત્રણ કરવાની કોશિષ કરશે કે તેના યુઝર્સની પ્રાઇવેટ જાણકારી કોઇ સાથે શેર ન થાય. પરંતુ ફેસબુકે યુઝર્સને નિરાશ કર્યાં.
સિમન્સે કહ્યું- એફટીસીના ઈતિહાસમાં 5 બિલિયન ડોલરનો આ દંડ અભૂતપુર્વ છે. આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે ભવિષ્યમાં થનારા ઉલ્લંઘનને રોકી શકાય. તે સિવાય ગોપનીયતાને લઇને ફેસબુકના લગાતાર ઉલ્લંઘનની સંસ્કૃતિને બદલી શકાય.
”દંડના અનુબંધમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફેસબુકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વચ્ચે એક સ્વતંત્ર પ્રાઇવેસી કમિટી બનાવવામાં આવશે જે યુઝર્સની પ્રાઇવેસીથી જોડાયેલા નિર્ણયો પર ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગનું નિયંત્રણ ખતમ કરી નાખશે.”
બ્રિટિશ કન્સ્લટન્સી ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકાએ ફેસબુકના 8.7 કરોડ યુઝર્સનો ડેટા મેળવ્યો હતો. ફેસબુકને આ વાતની જાણકારી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુક યુઝર્સના ડેટાનો ઉપયોગ 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. એફટીસી સિવાય અમેરિકાના શેર બજારની રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ પણ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.