ઉત્તરપ્રદેશના ચંડૌસ વિસ્તારમાં યુવતીને ઘરે એકલી જોઇને બે યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યાબાદ ઓળખ જાહેર થઇ જવાના ડરથી આરોપીઓએ પીડિતાને આગ લગાવી દીધી હતી. છોકરીની ચીસો સાંભળીને પાડોશી ત્યાં પહોંચ્યા અને તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ઈલાજ દરમિયાન યુવતીનું દુઃખદ મોત થયું હતું. આ મામલો 30 ઓક્ટોબરનો છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં પીડિતા આરોપીઓના નામ કહી રહી છે. ઘટના બાદ શનિવારે પોલીસે કેસ દાખલ કર્યો હતો. આરોપી હજુ ફરાર છે.
મળતી માહિતી પ્રમાણે ચંડૌસના ચિમનપુર ગામમાં રહેનારી 22 વર્ષીય યુવતી ઘરે એકલી હતી. તેના માતા ખેતરમાં કામ કરવા ગયા હતા. આ દરમિયાન ગામમાં રહેતા અજય અને મનીષ અચાનક ઘરમાં ઘૂસી ગયા હતા. બન્ને આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ કેરોસિન છાંટીને સળગાવી દીધી હતી. યુવતીની બૂમ સાંભળીને પાડોસી ત્યાં પહોંચ્યા હતા. પીડિતા બહુ સળગી ગઇ હતી. આ દરમિયાને તેણે પાડોસીઓને તેણે ઘટના વિશે જાણકારી આપી જેનો લોકોએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો અત્યારે વાયરલ થયો છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.