તીખી વસ્તુ ખાવાના શોખીનોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ પડતું મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. ‘કતાર યુનિવર્સિટી‘ દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચ મુજબ એક દિવસમાં 50 ગ્રામથી વધારે મરચાંનું સેવન કરવાથી ડિમેન્શિયા (ભૂલી જવાની એક બીમારી) થવાનું જોખમ વધે છે.

આ રિસર્ચમાં કુલ 4,582 ચાઈનીઝ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોની ડાયટ અને યાદશક્તિનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં તાજા અને સુકાયેલા મરચાંની અસર યાદશક્તિ પર કેવી રીતે પડે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે ડાયટમાં વધારે મરચું લેતા લોકોમાં બોડી માસ ઈન્ડેક્સ ઓછો જોવા મળે છે. આ રિસર્ચમાં જોવા મળ્યું કે સામાન્ય વજન ધરાવતાં લોકો મરચાનું સેવન વધારે કરે છે. તેને લીધે તેમની યાદશક્તિ કમજોર બને છે.

તમને જણાવી દઈએ આ રિસર્ચના અવલોકનમાં મરી અને શિમલા મરચાંને સામેલ કરવામાં આવ્યા ન હતા. તેથી એ ચોક્કસપણે ન કહ શકાય કે તેના સેવનથી ડિમેન્શિયા પર કેવી અસર થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024