- જોગિંગ કરવાથી અકાળે મૃત્યુનું જોખમ 27% ઘટાડી શકાય છે
- અઠવાડિયાંમાં 1 વાર 50 મિનિટ જોગિંગ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે
હેલ્થ ડેસ્કઃ આજની જીવનશૈલીમાં શરીરને ફિટ રાખવું આવશ્યક છે. વિવિધ પ્રકારની એક્સર્સાઇઝ કરવાથી તંદુરસ્ત રહી શકાય છે. એક્સર્સાઇઝમાં જોગિંગ એટલે કે દોડવાના પણ અનેક ફાયદા રહેલા છે. જોગિંગ કરવાથી અકાળે મૃત્યુ થવાનું જોખમને ઘટાડી શકાય છે. ‘સ્પોર્ટ્સ મેડિસિન’ નામની બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
- આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા અને સિડની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 2,31,492 લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
- આ રિસર્ચમાં દોડવાથી એટલે કે જોગિંગ કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર અને કેન્સર જેવાં રોગોનાં જોખમ અને તેની અસર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં સામે આવ્યું કે જોગિંગ કરવાથી અકાળે મૃત્યુનું જોખમ 27% ઘટાડી શકાય છે.
- આ રિસર્ચમાં પુરવાર થયું કે જોગિંગ કરવાથી કાર્ડિયોવાસ્કયુલર રોગોને કારણે થતાં મૃત્યુનાં જોખમને 30% ઘટાડી શકાય છે.
- અઠવાડિયામાં 1 વાર 50 મિનિટ જોગિંગ કરવાથી સ્વાસ્થ્યનો ફાયદો થાય છે અને મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે.
- આ રિસર્ચના પરિણામ જોગિંગ કરવા માટે પ્રેરણાદાયી સાબિત થયા છે. તેથી દરેક વ્યકિતએ નિયમિત જોગિંગ કરવું જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.