પ્રોસેસ્ડ ફૂડ અને સ્મોકિંગથી દૂર રહીને કેન્સરથી બચી શકાય છે.

પોસ્ટ કેવી લાગી?
 •  કેન્સરની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ‘જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 20 વર્ષે કેન્સરનાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે.
 • રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારો લાવીને કેન્સરથી બચી શકાય છે.
 • શરીરનું વજન અને જમા થયેલું ફેટ કેન્સર ઉત્પન્ન કરતા કારકોને વધવામાં પ્રોત્સાહિત કરે છે. તેથી સંતુલિત વજન જાળવી રાખવું જરૂરી છે.
 • વ્યાયામ કરવાથી વજન નિયંત્રણ કરવામાં ફાયદો થાય છે. મેનોપોઝ પછી મહિલાઓમાં વજન વધવાની સમસ્યા વધી જતી હોય છે.
 • તેથી નિયમિત વ્યાયામ કરવો આવશ્યક છે. નિયમિત એક્સર્સાઇઝને બદલે રોજ 30 મિનિટ સ્વિમિંગ, વોકિંગ અને જોગિંગ પણ કરી શકાય છે.
 • રેડ મીટનાં વધારે પડતાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે
 • કેમિકલયુક્ત કીટનાશકોની મદદથી ઉછેરવામાં આવેલાં શાકભાજી, ફળ અને અનાજનું સેવન ટાળવું જોઈએ
 • મેનોપોઝનાં લક્ષણોથી બચવા માટે કેટલીક મહિલાઓ વારંવાર હોર્મોનોલ થેરપી કરાવતી હોય છે.
 • તેને લીધે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેથી હોર્મોનોલ રિપ્લેસમેન્ટ થેરપી અથવા પોસ્ટ મેનોપોઝ થેરપી વારંવાર કરાવવાથી બચવું જોઈએ.
 • તેની સાઈડ ઇફેક્ટને લીધે કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
 • તેને લીધે બ્લડ ક્લોટિંગ, સ્ટ્રોક અથવા ડિમેન્શિયા જેવી બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.
 • પેકેજ્ડ સ્નેક્સ અને અન્ય ખાદ્ય સામગ્રીમાં રંગ અને પ્રિઝર્વેટિવ્સના રૂપે અનેક કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવે છે.
 • આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. રેડ મીટનાં વધારે પડતાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
 • કેમિકલયુક્ત કીટનાશકોની મદદથી ઉછેરવામાં આવેલાં શાકભાજી, ફળ અને અનાજનું સેવન ટાળવું જોઈએ. તેને બદલે ઓર્ગેનિક ખોરાકનું સેવન કરવું જોઈએ.
 • ખોરાકમાં હળદર, લસણ, મરી, આદું, લીલાં શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ કેન્સરની કોશિકાઓને ફેલાતી રોકે છે.
 • તમાકુનાં સેવનથી મોં અને સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેનાથી ફેફસાં, મોં, મૂત્રાશય, બ્રેસ્ટ અને કિડનીનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
 • કોઈ વ્યક્તિ ભલે ધૂમ્રપાન ન કરે પરંતુ તે ધૂમ્રપાન કરતી વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ ફેફસાંનાં કેન્સરનું જોખમ રહેલું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures