સવાલ : 

  • મારાં લગ્નને હજી દાયકો પણ પૂરો નથી થયો, પણ જાતીય જીવનમાં બહુ શુષ્કતા આવી ગઈ છે.
  • દેખાવમાં વાઇફ બહુ સુંદર છે, પણ સમાગમની બાબતમાં સાવ નીરસ છે. તેને કોઈ પણ પ્રકારનું વેરિયેશન કરવા કહું તો તરત જ રેઝિસ્ટન્સ જ આવે છે. ખાસ કરીને ઓરલ ચેષ્ટાઓ બાબતે તે વધુ વિરોધ કરે છે. મેં જોયું છે કે ક્યારેક તેને હું એમ જ કરી આપું તો એન્જૉય પણ કરે છે, પણ જો તેને પૂછીને કરું તો તરત જ ના પાડશે.
  • તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવતી હોવા છતાં એમ કરવામાં કે કરાવવામાં સૂગ ચડે છે. પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે.
  • કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય. તેને નવું કરવા માટે કંઈક મન થાય એ હેતુથી હું જાતીય માર્ગદર્શન આપતું મૅગેઝિન લઈને આવ્યો તો-તો હોબાળો જ મચી ગયો.
  • આ ગંદું સાહિત્ય નાની વયનાં બાળકોને બગાડશે એવી તેને ચિંતા છે. બીજું બધું તો ઠીક, પણ મુખમૈથુનનો અણગમો દૂર કરવા શું કરવું?

જવાબ:  

  • સેક્સમાં નાવીન્ય સમજાવવા માટે તમે કયું મૅગેઝિન આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે આજકાલ સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે.
  • અનુભવી અને સેન્સિબલ સેક્સોલૉજિસ્ટનું પુસ્તક હોય એની કાળજી રાખવી જરૂરી છે.
  • બીજી વાત, મુખમૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે.
  • એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા નહીંવત્ રહે છે.
  • સૂગ અને અણગમો દૂર કરવા માટે બન્ને વ્યક્તિઓ જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.
  • ઘણી વાર એ ભાગમાંથી સ્મૅલ આવતી હોવાને કારણે સૂગ ચડતી હોઈ શકે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024