• મોરબીમાં (Morabi) યુવતીના બીભત્સ ફોટા (Nude Pictures) વાયરલ (Viral) કરી દેવાની ધમકી આપીને રૂ. 10 લાખની (10 Lac) ખંડણી માંગી હોવાનો કલંકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
  • આ ગુનાને અંજામ આપનાર ત્રણ યુવાનોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે.
  • ત્રણેયની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
  • મોરબી શહેરમાં 20 વર્ષની યુવતિના બીભત્સ ફોટા તેણીના પિતાને વોટ્સએપ ઉપર મળ્યા હતા
  • બાદમાં પિતાને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને સામે છેડેથી કહેવામાં આવ્યું હતું
  • જો તમે રૂ. 10 લાખ નહિ આપો તો તમારી દીકરીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું.
  • આ અંગે કચવાટ બાદ અંતે પિતાએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
  • એ ડિવિઝન પોલીસે પિતાને વિશ્વાસમાં લઈને તેમનું નામ કે ઓળખ જાહેર કર્યા વગર આરોપીને પકડી પાડવાનું કહ્યું હતું.
  • આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ આદરીને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરનાર મિતેન ઉર્ફે પ્રેમ અરૂણભાઈ આશર (ઉ.વ.22) શહેઝાદ કાળુભાઈ પરમાર (ઉ.વ.22) તેમજ શાહરૂખ જબ્બારભાઈ ભટ્ટી (ઉ.વ.21)ને પકડી પાડ્યા છે.
  • વધુ વિગત આપતા એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે શાહરૂખે મિતેન ઉર્ફે પ્રેમના મોબાઈલમાંથી યુવતીના ફોટા મેળવીને યુવતીના પિતાને મોકલ્યા હતા અને વોટ્સએપ કોલ ઉપરથી રૂ. 10 લાખની ખંડણી માંગી હતી.
  • હાલ આ ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે.
  • રિમાન્ડ દરમિયાન આ કેસની વધુ વિગતો ખુલશે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં ઘટેલી આ કલંકિત ઘટના બાદ પોલીસે આરોપીઓને તુરંત જ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.
  • વધુમાં પોલીસે આ કેસમાં ફરિયાદીની ઓળખ પણ ગુપ્ત રાખી છે જેથી તેમનું સમાજમાં પૂરતું માન સન્માન જળવાઈ રહે આમ કોઈ પણ ગુનાનો ભોગ બનેલા વ્યક્તિએ અચકાયા વગર પોલીસને અચૂકપણે જાણ કરવી જોઇએ જેથી અન્ય કોઈ વ્યક્તિ ગુનેગારનો શિકાર ન બને.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024