આજનો વર્તમાન સમય ભલે ઘણી મોર્ડન ટેક્નોલોજી ભરેલો થઈ ગયો છે, પરંતુ તે છતાં આજના વર્તમાન મનુષ્ય નથી જાણતા કે તે પાછળના જન્મમાં શું હતા? જયારે એમની પર કોઈ મુશ્કેલી આવી જાય તો તે હંમેશા એક જ વાત વિચારે છે કે તે એના પાછલા જન્મના કર્મનું ફળ ભોગવી રહ્યા છે? જ્યોતિષ પણ એવું કહે છે કે લોકોના સુખ દુઃખ એ વાત પાર નિર્ભર છે કે તેમણે પાછલા જન્મમાં કેવા કર્મ કરેલા હતા.
અને આપણે આ વાતની જાણકારી માટે જ્યોતિષ પાસે જઈએ છીએ. પરંતુ આજે અમે તમને એવો ઉપાય જણાવશું કે જેથી તમે તમારી જાતે જાણકારી મેળવી શકો કે તમે ગયા જન્મમાં શું હતા?
જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે જો તમારી કુંડળીમાં ગુરુ લગ્ન જે પહેલા ઘરમાં બેઠો છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમે ગયા જન્મમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિના ઘરમાં જન્મેલા હતા.
જો તમે જન્માક્ષર જોઈ રહ્યા છો અને એમાં ગુરુ પાંચમા, સાતમા કે નવમા ઘરમાં છે, તો આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમે ગયા જન્મમાં ધર્માત્મા, ઈમાનદાર અને ધૈર્ય રાખવા વાળા મનુષ્ય રહ્યા હશો. જેના કારણે આ જન્મમાં પણ તમે ભણવા-ગણવામાં ઘણા હોશિયાર હશો.
જો તમારા જન્માક્ષરમાં છઠ્ઠા સ્થાનમાં મંગલ બેઠા છે? તો તમે પાછળના જન્મમાં ઘણા ગુસ્સા વાળા મનુષ્ય રહ્યા હશો. જેના કારણે તમે ઘણા લોકોને દુઃખ પહોંચાડયું હશે. અને એ હિસાબે તમને આ જન્મમાં ઘણી ઓછી ખુશીઓ મળશે. તમારું વૈવાહિત જીવનપણ મુશ્કેલીઓથી ભરેલું રહેશે.