- સુરત શહેરનાં જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે.
- શહેર પોલીસનાં 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 કલાક સુધી મહેનત કરી ઘટના બની તેના 650 મીટરનાં દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી શુક્રવારે વતનની ટ્રેન પકડે તે પહેલા જ દબોચી લીધો હતો.
- દુષ્કર્મી રહે. રૂમ નં-6, પ્લોટ નં-1014, રોડ નં-87, કિશોર ગોવિંદ રૈયાણીની ચાલ, પહેલો માળ, સચિન જીઆઇડીસીમાં રહેતો હતો.
- જ્યારે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.’
- કેસમાં એસઆઇટીની રચના કરવાની સાથે સચીન જીઆઇડીસી પોલીસ ઉપરાંત ડીસીબી, પીસીબી અને એસઓજી સહિતની 12 ટીમોને કામે લગાડવામાં આવી હતી.
- સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવાનનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો હતો.
- આ સ્કેચને સોશીયલ મિડીયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.
- સતત ચાર દિવસની મહેનતના અંતે પોલીસે માસુમ સાથે જધન્ય કૃત્ય આચરનાર દુષ્કર્મી ઝડપી પાડવામાં આવ્યો હતો.
- આરોપી સચબિંન બંસીલાલ કારખાનામાં સ્ક્રેપ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
- ઉપરાંત પોતે પરિણીત છે અને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર આદિલ છે.
- જે પત્ની સાથે વતનમાં રહે છે.
- પોલીસે સચબિંનને ઝબ્બે કરતાની સાથે જ હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ગુનાની કબુલાત કરી લીધી હતી.
- તેને પોલીસને કહ્યું હતું કે, ‘સાબ ફાંસી વાલી ગલતી હો ગઇ હૈ. માફ કર દો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.