ડિપ્રેશનનાં લક્ષણો :-
- ડિપ્રેશન રોગના દર્દીને સતત તેના ચહેરા પર ઉદાસી જોવા મળે છે.
- કોઇ પણ કામમાં તેમનું મન લાગતું નથી.
- નિરાશા, લાચારી, જલ્દી ગુસ્સો આવી જવો વગેરે જેવા લક્ષણો દેખાય છે.
- જો કોઈ વ્યક્તિને નીચે જણાવેલ લક્ષણો માંથી ચાર કે તેથી વઘારે લક્ષણઓ દેખાય તો હોય તો માનસિક રોગના નિષ્ણાંતની સારવાર લેવી જરૂરી છે.
- ઊંઘની તકલીફ, ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે આંખ ઉઘડી જવી, આંકોમાં બળતરા થવી રોજ કરતાં બે-ત્રણ કલાક વહેલા ઊંઘ ઉડી જવી, તાજગીદાયક, ગાઢ ઊંઘ ન આવવી કે વઘારે પડતી ઊંઘ આવવી.
- – ભૂખ ન લાગવી કે વજન ઘટી જવુ.
- – મન ઉદાસ રહેવું, ગમતી પ્રવૃત્તિઓમાં મન ન લાગવું.
- – અશકિત-નબળાઇ લાગવી અને જલ્દી થાક લાગવો.
- – હું કંઇ કામનો નથી તેવો અનુભવ થવો. તેવી લઘુતાગ્રંથિ.
- – સતત નિરાશ રહેવું.
- – મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અઆવી દોષિત હોવાની ખોટી લાગણી થવી.
- – એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ પડવી .
- – એકલા બોલવું,ચાલવું કેવિચારતા રહેવું..
- – સતત મરણના વિચારો, આવવા આપઘાતના વિચારો કે પ્રયત્ન કરવા.
- તો જો તમને પણ આવી કોઈ સમસ્યા રહેતી હોય તો જેટલું બને તેટલું ઝડપી તેનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.
- જેના કારણ થી આપણે આ ગંભીર બીમારી થી છુટકારો મળી રહે છે .
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News