sabarkantha

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામમાં ભાઈ સાથે બજારમાં શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવાન સગીરાને રાજસ્થાનના ભામટી ગામનો યુવક લગ્નની લાલચ આપી પેસેન્જર જીપમાં બેસાડીને ભાગી જતાં પિતાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દીકરીને ભગાડી જતા પિતાએ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની સગીર વયની દીકરી તેના ભાઈ સાથે બાઈક પર આશ્રમ ખાતે શાકભાજી ખરીદવા ગઈ હતી પરંતુ ભાઈ એકલો જ ઘરે પરત ફરતા પરિવારે બહેન ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. ત્યારે ભાઈએ જણાવ્યું કે, પાંચે વાગ્યે આશ્રમ બજારમાં બંને શાકભાજી લેતા હતા તે વખતે રાજસ્થાન ભામટી ગામનો લલિત બદસિંહ ખરાડી બહેનને લગ્ન કરવાની લાલચ આપી દબાણ કરી એક પેસેન્જર જીપમાં બેસાડી ભાગી ગયો હતો.

‘તું કે તારો પરિવારે છોકરીને લેવા આવશો તો બધાને જાનથી મારી નાખીશ’

એટલું જ નહીં, ભાઈએ પરિવાર સામે એવો પણ ખુલાસો કર્યો કે, બહેનને ભગાડી જનારા યુવકે તું કે તારો પરિવાર છોકરીને લેવા આવશો તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે અપહરણ કરનારા લલીત સામે ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024