Python
પાટણના અનાવાડા ગામે ખેતરમાંથી 7 ફૂટના અજગર (Python) નું રેસ્ક્યુ કરાયું. અનાવાડા ગામે ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતને 7 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. ત્યારબાદ અર્થ પ્રોટેકેટ સંસ્થાને જાણ કરતા અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા અજગરને સુરક્ષિત બાલારામ જંગલ વિસ્તારમાં છોડાશે.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી
મંગળવારે અનાવાડા ગામમાં મગનભાઈ પરમાર ખેતરમાં કામ અર્થે ફરી રહ્યા હતા. તે દરમિયાન અજગર જોવા મળ્યો હતો. જેથી તેમને જીવદયા પ્રેમી અર્થ પ્રોટેક્ટર્સ સંસ્થાને સંપર્ક કર્યો અને તેમની ટિમ દોડી આવી હતી. ત્યારબાદ ખેતરમાં 15 મિનિટની શોધખોળ બાદ 7 ફૂટ લાંબો અને અંદાજે 25 કિલો વજનના અજગરનું રેસ્ક્યુ કરી કાપડની થેલીમાં ભરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. આ અજગર ઇન્ડિયન રોક નામનો હોવાનું જાણવા મળ્યું હતુ. તેના શરીરમાં સસલાનું મારણ કરેલું હોય તેવો અંદાજ વ્યક્ત કરાયો હતો.
આ પણ જુઓ : ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સહિત 6 કોરોના પોઝિટિવ
વનવિભાગ અધિકારી જે જે રાજપૂતે જણાવ્યું હતું કે આ સાપની એક પ્રજાતિ છે. તે ચોમાસામાં બહાર નીકળે છે.ખાસ કરીને માણસોને કોઈ નુકશાન પહોંચાડતો નથી. પરંતુ તેના ખોરાક માટે ઉંદર સસલા જેવા પ્રાણીઓનું મારણ કરી 100 ટકા ખોરાક લઇ શરીરમાં જ સંગ્રહ કરતો હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.