Hyper loop train
બેંગાલુરુમાં ટૂંક સમયમાં હાઇપર લૂપ (Hyper loop train)ના નામે ઓળખાતી કેપ્સ્યુલ આકારની મેગ્નેટિક ટ્રેન દોડતી થશે. આવી ટ્રેનો કલાકના 1300 કિલોમીટરની ઝડપે દોડતી હોય છે. એનેા અર્થ એ કે એક કલાકનો પ્રવાસ આ ટ્રેન ફકત દસ મિનિટમાં પૂરો કરશે. શરૂમાં આ ટ્રેન કલાકે 1080 કિલોમીટરની ઝડપે દેાડશે. બેંગાલુરુ એરપોર્ટથી બેંગાલુરુ શહેરના હાર્દ સુધી આ ટ્રેન શરૂમાં દોડશે.
ધ ન્યૂઝ મિનિટના એક અહેવાલ મુજબ અમેરિકાની ધ હાઇપર લૂપ કંપનીએ રવિવારે બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેંડિંગ (એમઓયુ) કર્યા હતા. આ હાઇપર લૂપ કોરિડોરની ફિઝિબિલિટી સ્ટડી તપાસવા માટેના આ એમઓયુ હતા. આ અભ્યાસ છ મહિનામાં બે તબક્કામાં પૂરો કરી દેવાની ધારણા હતી.
આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું
બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર હરિ મરારે કહ્યું હતું કે બેંગાલુરુ એરપોર્ટને પરિવહન હબ તરીકે વિકસાવવાના અને ભારતના નવા પરિવહન હબના પ્રવેશદ્વાર તરીકે સ્થાપવાના પ્રયાસ રૂપે અમે હાઇપર લૂપ લાવી રહ્યા છીએ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.