A fire broke out in the HNGU campus

Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગના પાછળના ભાગે અવાવરુ જગ્યામાં એકત્ર કરાયેલા કચરાના ઢગ તેમજ ઝાડી ઝાંખરા સોમવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર ફાયર થતાં આગ લાગી હતી.

આ આગની ઘટનામાં અવાવરુ જગ્યામાં પડેલ કચરો તેમજ ઝાડી ઝાંખરનો સુકો કચરો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જો કે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી.

જાણવા મળતી માહિતી મુજબ પાટણની HNGU ના કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગની પાછળ અવાવરુ ખુલ્લી જગ્યામાં એકત્ર થયેલ કચરો તેમજ ઝાડી ઝાંખરવાળી જગ્યામાં યુજીવીસીએલ દ્વારા અગીયાર કે.વી. અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરની વીજલાઇન પસાર કરવામાં આવી છે ત્યારે સોમવારના આશરે બપોરના 12-00 કલાકના સુમારે અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરમાં શોર્ટસર્કીટના કારણે ફાયર થતાં વીજપોલના તણખા અવાવરુ જગ્યામાં સુકા કચરા પર પડતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં ઝાડી ઝાંખર સહિત અન્ય સુકી ઝાડની ડાળીઓમાં આગની અગન જવાળાઓ ફેલાઇ જતા ચોમેર ધુમાડાના ગોટેગોટાને લઇ વહીવટી ભવનના વિભાગમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગની દુર્ઘટનાને લઇ તેઓએ નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરી હતી. જો કે ફાયર ફાયટર પહોંચે તે પહેલા જ કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઇ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત વોચમેનો દ્વારા સમય સૂચકતા વાપરી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. અને થોડા જ સમયમાં આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ નગરપાલિકાના ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ પણે ઓલવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024