ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોના અણધડ વહીવટને લઈ આગામી લોકસભાની બેઠક પણ ગુમાવવી પડે તો નવાઈ નહિ.

પોસ્ટ કેવી લાગી?

Patan : પાટણ નગરપાલિકાના અધિકારીઓની ઉદાસીનતા અને સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે નગરપાલિકા ના કર્મચારીઓની કામ કરવાની ગતિ મંદ પડી હોય જેના કારણે અનેક સમસ્યાઓથી શહેરીજનો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ની ગટરો સમસ્યાઓ, પાણીની પાઈપ લાઈનો લીકેજ બનવાની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટોની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાવવાની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યા
ઓનો પાટણ શહેરમાં નજર કરો ત્યાં રાફડો ફાટેલો જોવા મળે છે. ત્યારે શહેરીજનોની આ પ્રાથમિક સમસ્યાઓને નિવારવામાં નગરપાલિકા ના અધિકારીઓ સહિત સત્તાધીશોની ઉદાસીનતાની સાથે નિષ્ક્રિયતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી ભોગવવા માટે મજબૂર બનાવી રહ્યા છે.

પાટણ શહેરના જલારામ મંદિર થી ટેલિફોન એક્સચેન્જ તરફ જવાના માર્ગ પર પાણીની લીકેજ પાઇપલાઇન ના સમારકામ માટે પાલિકાના કર્મચારીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી આ લીકેજ પાઈપ નું સમારકામ પાલિકાની વોટર વર્ક શાખાના કર્મચારીઓ દ્વારા હાથ નહીં ધરાતા અને માર્ગ પરના કરાયેલા ખાડાનું પુરાણ નહીં કરાતા આ માર્ગ પર અવાર નવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોવાના દ્રશ્યો ઊભા થયા છે. તો રોડ વચ્ચે ખોદકામ કરાયેલા ખાડા ના કારણે નાના- મોટા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

બીજી તરફ શહેરના નાણાવટી સ્કૂલના પાછળના ભાગે પણ છેલ્લા એક સપ્તાહથી પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ બનતા હજારો લિટર પાણી માર્ગ પર નીર્થક વહી રહી રહ્યું છે. જે બાબતે પણ નગરપાલિકા સત્તાધિશોને અનેક વખત અવગત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં નગરપાલિકાના સત્તાધીશો પાંગળા સાબિત બન્યા છે. પાટણ શહેરમાં આવી અનેક પ્રાથમિક સમસ્યાઓને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

નગરપાલિકાના અણધડ વહીવટના કારણે સત્તાધારી પાર્ટીને ગત વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. તેવો જ વારો આગામી લોકસભા
ની ચૂંટણીમાં પણ પાલિકાતંત્રની અણધડ કામગીરી ના કારણે ભોગવવાનો વારો આવે તો નવાઈ નહીં.

પાટણ નગરપાલિકાને સરકાર દ્વારા વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ નગરપાલિકા ના કેટલાક મળત્યા કોન્ટ્રાક્ટરો સાથેની કેટલાક સત્તાધીસો સહિત કેટલાક અધિકારીઓની સાઠ ગાઠના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ નીર્થક વેડફાતી હોય તેવા ઉદગારો પાટણના પ્રબુદ્ધ નગરજનો માંથી ઉઠી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકાના વહીવટને સુધારવા ભાજપના આગેવાનો અને નેતાઓ આગળ આવે તે આજના સમયની તાતી જરૂર જણાઈ રહી છે. જો ભાજપના નેતાઓને આગેવાનો પાલિકાની કામગીરી બાબતે જાગૃત નહીં બને તો જેમ વિધાનસભાના વિપરીત પરિણામના કારણે પ્રદેશ કક્ષા એ થી મળેલા ઠપકા લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપના નેતાઓ અને આગેવાનોને સાંભળવા તૈયાર રહેવું પડશે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures