Pakistan
પાકિસ્તાન (Pakistan) માં છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યા છે. હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. બુધવારે ખૈબર-પુખ્તુન્ક્વા પ્રાંતના ટેરી નામના ગામમાં એક હિન્દુ મંદિરને તોડી તેને આગ લગાડી દેવાઈ હતી.
સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે જૂના મંદિરનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓને મંદિરનો વિકાસ થાય એ પસંદ ન હતુ, માટે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ ઘટનાની પોલીસે નોંધ લીધી હતી પરંતુ કોઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી ન હતી કે કાર્યવાહી કરી ન હતી.
આ પણ જુઓ : હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું
આ ઘટનાનો વિડીયો વાઈરલ થતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વિડીયોમાં અસંખ્ય લોકો ભેગા થઈને મંદિર તોડતા નજરે પડે છે. પાકિસ્તાની પત્રકાર મુબશ્શિર ઝૈદીએ વિડીયો સોશિયલ મીડિયા પર મુકીને લખ્યું હતું કે મંજૂરી હોવા છતાં આ મંદિર ન બંધાય એ માટે સ્થાનિક આવાર તત્ત્વોએ તોડફોડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.