New York
ન્યૂયોર્ક (New York) ના મેનહટ્ટન વિસ્તારમાં શુક્રવારે બપોરે દેખાવો કરી રહેલા એક ટોળા પર અચાનક એક કાર ધસી આવતા ડઝનબંધ લોકોને ઇજા પહોંચાડી હતી. આ બીએમડબલ્યૂ કારે પચાસ વ્યક્તિને ઇજા પહોંચાડી હતી એેવો એક અહેવાલ હતો. આ કાર એક મહિલા ચલાવી રહી હતી.
પોલીસે કાર ચાલક મહિલાની ધરપકડ કરી હતી અને એની પૂછપરછ ચાલુ હતી. પોલીસ તપાસ કરી રહી હતી કે આ મહિલા શરાબના કે બીજા કોઇ નશામાં હતી કે નહિ.
આ પણ જુઓ : રાજ્ય સરકારે લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ લાગુ કર્યો
શુક્રવારે બપોરે 4 વાગ્યે મિડટાઉન મેનહટ્ટન સાથે જોડાયેલા મરે હિલના થર્ટી નાઇન્થ સ્ટ્રીટ અને થર્ડ એવેન્યુના કોર્નર પર કેટલાક લોકો દેખાવો કરી રહ્યા હતા ત્યારે આ કાર ધસી આવી હતી. એક અહેવાલ મુજબ છ જણને હૉસ્પિટલમાં સારવાર માટે રવાના કરાયા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.