એક ગરીબ અંધ વ્યક્તિએ ઉભી કરી, કરોડોની કંપની… શું છે તેનો બીઝનેસ, જાણો અહિં.
આ સંઘર્ષ કથા એટલી સંઘર્ષમય છે કે તમને ખુદ પણ થઇ એમ લાગશે કે કોઈ અંધ વ્યક્તિ પણ આટલો લાંબો સંઘર્ષ કઈ રીતે કરી શકે. એક એવા વ્યક્તિની છે કે, જે અંધ હોવા છતાં એકલાના દમ પર ઉભી કરી કરોડોની કંપની.
આ અંધ વ્યક્તિનું નામ છે, “ભાવેશ ભાટિયા”. મિ. ભાવેશ ભાટીયાએ તેની આ જ વિક્નેસને તેની સ્ટ્રેન્થ બનાવી અને પોતે ધીમે ધીમે આગળ વધ્યા.
ભાવેશ ભાટીયાનો જન્મ એક રેટીનાને લગતી એક ગંભીર બીમારી સાથે જ થયો હતો. તેમને બાળપણથી જ ઓછું દેખાતું હતું. તે આ બીમારીનો ઈલાજ પણ એટલા માટે નહોતા કરાવી શકતા કારણ કે, તેમની માતા એક સામાન્ય ગૃહિણી હતા અને તેમને પણ કેન્સર હતું. અને તેમના પિતાજી એક હોટેલમાં અથવા ગેસ્ટ હાઉસમાં કેર ટેકરનું કામ કરતા હતા.
આટલા માટે તેનો પરિવાર તેમની આ બીમારી સામે લડી શકવા માટે અ સમર્થ હતો. ભાવેશ જયારે 21 વર્ષના થયા ત્યારે તેના પરિવાર પર મોટી આફત આવી ગઈ કેમ કે, ભાવેશની આંખોની રોશની સંપૂર્ણ પાને ચાલી ગઈ. આ કારણથી તે જે નાની-મોટી નોકરી કરતા હતા તેમાંથી પણ તેમને કાઢી મુકવામાં આવ્યા. હજુ આ મુસીબતો ઓછી હોય એમ વધુ એક મુસીબત તેમના માથે આવી પહોંચી કે, તેમના કેન્સર ગ્રસ્ત માતા પણ બીમારીથી મૃત્યુ પામ્યા.
માતાના મૃત્યુ પણ ભાવેશ સંપૂર્ણ પાને તૂટી ચુક્યા હતા અને કહેતા હતા કે, માતા વગર હવે હું સાવ પડી ભાંગ્યો છું. ભલે મારી માતા બહુ ભણેલા ના હતા પણ જયારે જયારે હું અભ્યાસ કરવા બેસતો ત્યારે તે જરૂર મારી સાથે આવીને બેસતા હતા. જયારે તે જોઈ ના શકતા હતા ત્યારે સૌથી વધુ આગળ વધવાની સલાહ પણ તેમને તેમની ઓછું ભણેલી માતા પાસેથી જ મળી હતી.
તેમના માતા કહેતા હતા કે, ભાવેશ એમાં શું થયું કે તું દુનિયા નથી જોઈ શકતો, પણ એવું કૈક તારે કરવાનું છે કે, જેનાથી દુનિયા તને જોતી રહી જાય.” માતાના આ જ સોનેરી સૂત્ર સાથે કદાચ ભાવેશ ભાટિયા આગળ વધ્યા.
1993 માં ભાવેશ ભાટીયાએ “નેશનલ અશોસીયેશન ફોર બ્લાઈંડ – મુંબઈ”માં દાખલ થયા અને ત્યાંથી તેઓએ અંધ વ્યક્તિ મીણબત્તી કઈ રીતે બનાવે તેનો મહિના સુધી અભ્યાસ કર્યો. અને સાથે સાથે એક્યુપ્રેશર થીયરીનું પણ શિક્ષણ લીધું. હવે ભાવેશની ઈચ્છા હતી કે તેઓ ખુદનો બીઝનેસ નાનો સરખો શરુ કરે.
પણ પોતે અંધ વ્યક્તિ અને પૈસા ના હોવાના કારણે પ્રોબ્લેમ્સ ઉભા થયા. ભાવેશ પોતાનો મીણબત્તીનો જ બીઝનેસ ઉભો કરવા માંગતા હતા. હવે આ પૈસાના પ્રોબ્લેમને પહોચી વળવા માટે તેમણે મહા બલેશ્વરના મસાજ પાર્લરમાં એક્યુપ્રેશર થેરાપીસ્ટનું કામ પણ શરુ કર્યું. આ નોકરીમાંથી થોડા પૈસા બચવા લાગ્યા, અને તે પૈસામાંથી તે થોડું મીણ અને મીણબત્તી બનાવવાના થોડા બીજા સાધનો ઘરે લઇ આવ્યા. અને આ કેન્ડલ્સ તે એક ચર્ચ પાસે વહેચવા લાગ્યા.
આ મીણબત્તીના વેચાણથી રોજ 20-30 રૂપિયા મળતા હતા. અને તે પૈસાનું બીજા દિવસે તે મીણ લઈને ફરીથી મીણબત્તી બનાવતા હતા. ભાવેશ હજુ લોકો પાસે થોડી મદદની આશા રાખતા પણ લોકો દ્વારા હંમેશા જ તેમને નિરાશા જ મળી. લોકો તો ખાલી તે અંધ હતા માટે થોડી સહનીભુતી જ દેતા, એ સિવાય કઈ પણ મળ્યું નહિ ઉપર થી બેંક પણ તેમને લોન આપી રહી ના હતી.
ભાવેશ ભાટિયા મીણબત્તી બનાવવાનું ટેકનીકલ નોલેજ મેળવવા માંગતા હતા. પણ પૈસાની આર્થિક તંગીના કારણે તે શક્ય ના હતું.
થોડા સમય બાદ તેના જીવનમાં એક અદ્ભુત વળાંક આવ્યો કેમ કે, તેમના જીવનમાં એક સ્ત્રીનું આગમન થયું હતું. અને તે જ સ્ત્રીએ ભાવેશની લાઈફમાં સફળતા પાછળનું કારણ બની. તેમનું નામ નીતા હતું. ભાવેશ એક દિવસ મીણબત્તી વેંચતા હતા ત્યારે નીતા તેમની પાસે મીણબત્તી ખરીદવા આવ્યા. નીતાનો સરળ અને સૌમ્ય સ્વભાવ ભાવેશને ખુબ ગમ્યો. આવી રીતે નિતા અને ભાવેશ વચ્ચે દોસ્તી થઇ. અને ધીમે ધીમે તે પ્રમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પણ નીતાના ઘરવાળા લોકોએ નીતાને સાફ મનાઈ કરી દીધી. કેમ, કે તે પોતાની દીકરીના લગ્ન એક ગરીબ મીણબત્તી વેંચતા અંધ વ્યક્તિ સાથે કરવા માંગતા ના હતા.
આજના લોકોએ આ વાત પર ખાસ ધ્યાન દેવું જોઈએ કે, આજના યુવા લોકો પોતાનો પાર્ટનર એકદમ સુંદર કે હેન્ડસમ હોય એવી જ ઈચ્છા રાખતા હોય છે, અને તેના રૂપના લીધે જ તેની સાથે લગ્ન કરવા પડાપડી કરતા હોય છે. પછી ભલે છોકરામાં પૈસા કમાવાની કે છોકરીમાં ગરીબી સહન કરવાની તાકાત જરા પણ ના હોય, ક્યારેય તમે જોયું છે કે કોઈ છોકરો કે છોકરી અપંગ કે અંધ વ્યક્તિના પ્રેમમાં પાગલ બન્યા હોય, બસ લોકો તો આવા લોકોને ફક્ત સહાનુભુતિ બતાવીને ચાલતા થતા હોય છે.
પણ નીતા તો જુદી માટીના જ બન્યા હતા. પરિવારની મનાઈ છતાં, નીતા તેમના પરિવાર સામે અડગ રહીને તેમને ભાવેશ સાથે લગ્ન કર્યા. આ લગ્ન જીવનમાં નીતાએ ક્યારેય કોઈ વસ્તુ કે પરિસ્થિતિ માટે ફરિયાદ નહોતી કરી. ભાવેશ જે વાસણમાં મીણબત્તી બનાવતા હતા તે વાસણમાં જ નીતા રસોઈ પણ બનાવતા હતા. આટલી ગરીબી છતાં નીતાએ એક શબ્દ કે એક વાર પણ ભગવાનને ગરીબીની ફરિયાદ પણ કરી નહોતી.
ભાવેશને નેશનલ બ્લાઈંડ એસોશિયેશન દ્વારા નેત્રહીન લોકોને મળતી સ્કીમ માંથી 15,000 રૂપિયાની લોન મળી. ભાવેશ આ પૈસામાંથી ૧૫ કિલો મીણ લઇ આવ્યા અને બીજા અલગ અલગ બીબા લઇ આવ્યા. તેમના મિત્રોમાંથી એક મિત્ર ખુબ તેનાથી પ્રભાવિત હતા. તેમને ભાવેશને એક વેબસાઈટ બનાવી આપી. તે વેબસાઈટથી વધુ વધુ ઓર્ડર આવવા લાગ્યા. અને ધીમે ધીમે કેન્ડલ મેકિંગ સેન્ટર ખોલ્યું અને હવે તે નવી ટેકનીકનો પણ ઉપયોગ કરવા લાગ્યા. હવે આ બધું સંભાળવા માટે લોકોને પણ કામ પર રાખવા માંડ્યા.
તેઓને ખબર હતી કે અંધ લોકોને કામ મળવું ખુબ મુશ્કેલ છે. એટલે તેમને નક્કી કર્યું કે તેઓ હવે જોબમાં ખાલી અંધ વ્યક્તિઓને જ લેશે અને હવે તેને આત્મ નિર્ભર બનાવશે. એટલે તેમને તેમની કેન્ડલ કંપનીનું નામ “સનરાઈઝ કેન્ડલ” રાખ્યું.
સનરાઈઝ કેન્ડલમાં અત્યારે 225 જેટલા અંધ એમ્પ્લોયી કામ કરે છે. તેમાં 9000 થી પણ વધુ પ્રકારની મીણબત્તી બનાવે છે. આ કંપનીના ગ્રાહકો રિલાઈન્સ, રેનબેક્ષી, બીગ બાઝાર વગેરે છે. તેઓ આટલી મોટી કંપનીઓને પણ પોતાનો માલ સપ્લાય કરે છે.
આ સિવાય ભાવેશભાઈએ એક અંધ લોકો માટે સવિસ સેન્ટર પણ ખોલેલું છે. જે તે લોકોને મીણબતી અલગ અલગ પ્રકારે કેમ બનાવાય તે શીખવે છે.
ભાવેશ ભાટીયાને આ સિવાય અનેક એવોર્ડ પણ મળી શક્યા છે.
નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ સેલ્ફ એમ્પ્લોય -2014
બેસ્ટ હેન્ડીક્રાફ્ટ એવોર્ડ શિવસેના તરફથી -2010
બેસ્ટ બ્લાઈંડ સેલ્ફ એમ્પ્લોય એવોર્ડ મુકેશ અંબાણી તરફથી – 2008
આશાવાદી ટ્રોફી રોટરી ક્લબ તરફથી – 2006
ભાવેશ ભાટિયા અન્ય યુવાઓને કહે છે કે, કદી પણ પરિસ્થિતિ સામે ઝૂકવું નહિ, પણ પરિસ્થિતિને એટલી મજબુર કરી દેવી કે, તે તમારી સામે ઝૂકવા મજબુર થઇ જાય. આવી રીતે એક અંધ વ્યક્તિએ પણ સાબિત કરી દીધું કે, ભાઈ અંધ લોકો પણ પોતાનો રસ્તો ગોતી લે છે, અને ક્યારેક દેખતા લોકો પણ ભટકી પડે છે.
અંતે તેમને તેમની માતાના એ વાક્યો સાચા કરી બતાવ્યા કે,
“તું દુનિયા નથી જોઈ શકતો તો શું થયું, પણ તું કૈક એવું કર કે દુનિયા તને દેખતી રહી જાય.”