જો તમારે બેંકમાં લોકર ખોલાવવાનું છે તો બેંક જતા પહેલા જાણી લો લોકરના નિયમ શું છે. RBI બેંકએ લોકર્સના નિયમ નક્કી કર્યા છે. આરબીઆઇ નોટિફિકેશન પ્રમાણે કોઇ પણ માણસ કોઇ પણ બેંકમાં ખાતા વગર લોકર ખોલાવી શકે છે.

RBI નિયમો પ્રમાણે બેંક લોકરના 3 વર્ષના ભાડા અને લોકર તોડાવવા પર ચાર્જ વસૂલ કરવાની અમાઉન્ટ જેટલી FD ખોલવવા માટે બેંક કહી શકે છે. લોકરમાં રાખેલી ચીજો માટે બેંકો માટે જવાબદાર નથી.

બેંકોમાં લોકર માટે વર્ષનું ભાડું નક્કી છે. સરકારી બેંક એક લોકર માટે વર્ષના 1000 થી 7000ની વચ્ચે ફી રહેલી છે. ખાનગી બેંક 3000 રૂપિયાછી 20,000 રૂપિયાની વચ્ચે ફી લે છે. જો કોઇ કારણથી ઇમરજન્સીમાં લોકર તોડવું પડે તો કસ્ટમર્સને એનો ચાર્જ આપવો પડે છે. લોકરની ચાવી ખોવાઇ જઇ તો પણ ચાર્જ આપવો પડે છે.

દરેક લોકરની બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહકની પાસે હોય છે. બીજી ચાવી બેંકની પાસે હોય છે. બંને ચાવીઓ લગાવ્યા બાદ જ લોકર ખુલે છે. એનો અર્થ એ છે કે ગ્રાહક જ્યારે પણ લોકર ઓપરેટ કરવા ઇચ્છે, એને એની જાણકારી બેંકને પણ આપવી પડશે. વર્ષમાં તમે કેટલી વખત લોકર ઓપરેટ કરશો એનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.