- ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં સાદગી પૂર્વક ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી હતી.
- સાબરમતી નદીના નીરથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.
- આ જળયાત્રામાં ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા અને તેમણે પૂજા કરી હતી.

- આજે ભગવાન જગન્નાથની અમદાવાદમાં સાદગી પૂર્વક જળયાત્રા નીકાળવામાં આવી હતી.
- આ વખતે મહામારી કોરોનાને પગલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદગીપૂર્વક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા.

- તેમજ સરકાર વતી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
- ભક્તો-સંતો વિના જ જળયાત્રા યોજાતી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.
- ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સૌપ્રથમ ચરણ એટલે જળયાત્રા.

- આજે જ્યેષ્ઠ પૂર્ણિમા છે ત્યારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઇ હતો.
- જોકે, તેમાં પ્રથમવાર કોઇ ભક્તો-સંતો જોડાયા નહોતા.
- આ ઉપરાંત આ વખતે કોઇ વ્યક્તિગત યજમાનને બદલે સમગ્ર સરસપુર ગામ દ્વારા જ ભગવાનના મામેરાની યજમાની કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News