વડોદરામાં ધર્મપરિવર્તન માટે બ્રેઇનવોશ કરીને દુષ્કર્મ આચર્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની માંજલપુર વિસ્તારની ધોરણ 10માં ભણતી 14 વર્ષની સગીરાને તોસીફ નામના યુવક સાથે 3 મહિના પહેલા પરિચય થયો હતો. તેમની ઓળખાણ બોર્ડની પર પરીક્ષા દરમિયાન થયો હતો. તે બાદ તેમણે મોબાઇલ નંબરની આપલે કરી હતી. જે પછી સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વધારે વધ્યો હતો.

યુવકે સગીરા સાથે મિત્રતા કેળવીને ધર્મ પરિવર્તન કરાવવા સતત બ્રેઈનવોશ કરતો હતો. સગીરાને વિવિધ બગીચાઓમાં બોલાવીને શારીરિક છેડછાડ કરતો અને અકુદરતી સેક્સ પણ માણ્યું હતું. સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ જ યુવકે 2 વર્ષ પહેલાં પણ હિન્દુ સગીરા સાથે શારિરીક છેડતી અને ધમકી આપવા સહિત પોસ્કોનો ગુનો નોંધાયો હતો. તે વખતે તે સગીર હોવાથી જલ્દી છુટી ગયો હતો.

લગ્ન માટે તૈયાર થાય તો ધર્મપરિવર્તન કરાવે, ઇનકાર કરે તો બ્લેકમેઇલ કરે
વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં જ લવજેહાદના 4 કિસ્સા બહાર આવ્યા છે. 2 યુવતીને તો ધર્મ પરિવર્તનના માર્ગે પણ લઇ જવાઇ હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી પ્રેમની વાતચીત શરૂ કરી અમેરિકાની યુવતી પાસે 50 લાખ, ગોત્રીની વિદ્યાર્થિને બ્લેક મેઇલ કરી રૂા. 50 હજાર પડાવી દુષ્કર્મ તેમજ કારેલીબાગની મહિલાના રૂા. 12 લાખ, 10 તોલા દાગીના અને 30 લાખનો ફ્લેટ લખાવી લેવાની ફરિયાદો પણ નોંધાઇ હતી. જેના પગલે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. 

તોસીફની ફાઇલ તસવીર

સગીરા ઘરમાં નમાજ પણ પઢતી

માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાની માતાએ પોલીસમાં તોસીફ ઇમરાનખાન (રહે, સાંઇ દર્શન એપા.ચિત્રકુટ સોસા.માંજલપુર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની 14 વર્ષની પુત્રી આ જ વિસ્તારની ખ્યાતનામ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તોસીફ ખાને છેલ્લા 3 માસથી તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી.

સગીરા જયારે સ્કુલમાં જતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો અને તેની સાથે મીઠી મીઠી વાતો કરતો હતો. જે બાદ તેને રોજ બગીચાઓમાં બોલાવતો હતો. તેની સાથે શારિરીક છેડછાડ કરી શોષણ પણ કરતો હતો. યુવકે લગ્નની લાલચ પણ આપી હતી અને ત્યારબાદ તેને મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા બ્રેઇન વોશ કર્યું હતું.

સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તોસીફે તેમની પુત્રીનું બ્રેઇન વોશ કરતાં તેમની પુત્રીએ ઘરમાં જ નમાજ પઢવાનું શરું કર્યું હતું અને તે રોજા પણ રાખતી હતી.

સગીરાની માતાને મારી નાંખવાની આપી ધમકી

જ્યારે આ અંગેની જાણ થતાં સગીરાની માતાએ તોસીફને આવું ન કરવા કડક શબ્દોમાં ખખડાવ્યો પણ હતો. ત્યારે તોસીફે તેમને ધમકી આપી હતી કે તમારી પુત્રીને હું પત્ની બનાવાનો છું અને તેને છોડવાનો નથી. તમારાથી થાય તે કરી લો. જો હવે પછી છોડવાનું કહ્યું તો તમારી પુત્રીને ભગાડી જઇશ અને તમારુ ખુન કરી દઇશ. તોસીફ હાલ 19 વર્ષનો છે અને 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

ટીકટોક અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યા

સગીરાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે તોસીફ રોજ તેમની પુત્રીને અલગ અલગ બગીચામાં લઇ જઇ શારિરીક છેડતી કરતો હતો. સગીરાની છેડતી કરતા સમયનો મોબાઇલમાં વિડીયો બનાવી ટિક ટોક અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.