ગુજરાતના અભિનેતા- દિગદર્શક આશિષ કક્કડનું નિધન

Ashish Kakkad
- Advertisement -

This browser does not support the video element.

Ashish Kakkad

દિગ્ગજ કલાકાર-દિગદર્શક આશિષ કક્કડ (Ashish Kakkad) નું નિધન થતા ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા રાજ્યના જાણીતા ફિલ્મ કલાકાર અભિનેતા દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુખદ નિધન થયું છે. જેના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો શોકમાં ગરક થયા છે. 

આશિષ કક્કડ દિકરાનો જન્મ દિવસ હોવાનાં કારણે અમદાવાદથી કલકત્તા ગયા હતા. 6 નવેમ્બરે તેઓ ગુજરાત પરત ફરવાના હતા. ઉંઘમાં જ તેમને હૃદયાઘાત આવતા તેમનું મોત નિપજ્યું હતું.

કોલેજનાં દિવસો દરમિયાન જ નાટ્યક્ષેત્રે ખુબ જ સક્રિય આશિષ કક્કડને અભિનયમાં તેમજ બેકસ્ટેજ અને લાઇટિંગ જેવા પ્રોડક્શનની નાનામાં નાની બાબતમાં ખુબ જ રસ હતો. પોતાના જવાનીના દિવસોમાં અનેક નાટકોમાં ખુબ જ સારો અભિનય આપ્યો.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

પોતાની એક શોર્ટ ફિલ્મ થકી તેમણે બોલિવુડ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું અને વિવિધ ગુજરાતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આશિષ કક્કડનો ઘેઘુર અવાજ આજે પણ અનેક જાહેરાતો અને સરકારી જાહેરાતોમાં ગુજતો રહે છે.  

આશિષ કક્કડ ગુજરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાટક- ટીવી અને ફિલ્મો સહિત તમામ માધ્યમોમાં પોતાની પ્રતિભા દર્શાવી ચુક્યા છે. ગુજરાતનાં નાટ્યકારો, અભિનેતા અને સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.