હિંમતનગર – Navratri

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી યોજાતી હોય છે. પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી મૌકુફ રાખવામાં આવી છે.

તો ગુજરાતના સૌથી મોટા અને ૯ દિવસ સુધી ચાલનાર નવરાત્રીના મહોત્સવમાં આ વખતે હિંમતનગરમાં ખેલૈયાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવાનો મોકો નહી મળે.

કોરોનાની મહામારીને લઈને સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે આ વખતે નવરાત્રીનો મહોત્સવ ના યોજાવાની જાહેરાત કરી છે.

આટલું જ નહી હિંમતનગર માં જો કોઈ આયોજક નવરાત્રીના પર્વ નું પાટર્ી પ્લોટમાં આયોજન કરશે અને તે સરકારની ગાઈડ લાઈન મુજબ નહી હોય તો તેમની સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.