સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે ભારે હર્ષોઉલ્લાસ સાથે બકરીઇદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ (Patan) શહેરમાં પણ બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે છેલ્લા ઘણાં વર્ષોથી પાટણના (Patan) જીવદયા પ્રેમીઆે દ્વારા બકરી ઈદના દિવસે કતલખાને લઇ જવાતા નિદોષ પશુઆે ને વળતર આપી ને બચાવી લેવામાં આવતા હોય છે ત્યારે આજે પણ આ પ્રથા પાટણ (Patan) શહેરમાં યથાવત રહેવા પામી હતી.
કતલખાને લઈ જવાતા પશુઆેને મનન શાહ અને ધર્મેશ પટવા દ્વારા ૩પ જેટલા નિદોષ ઘેંટા- બકરાઆેને વળતર આપી ને બચાવી લેવામાં આવ્યા હતા. અને તમામ પશુઆેને પાટણ પાંજરાપોળ ખાતે જૈન મુનિ દ્વારા મંત્રોચ્ચાર સાથે શુિદ્ઘકરણ કરી પાટણની પોજરાપોળમાં છોડવામાં આવ્યા હતા.