- મૂળ દાહોજ જિલ્લાના અને મહેસાણાના વાલમ ગામના એકજ પરિવારના લોકોના અકસ્માતમાં મોત.
- ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે.આવીજ ઘટના મહેસાણા જિલ્લામાં બન્યો હતો.અહીં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે બાઈક ઉપર સવાર અને મોતને ભેટેલા લોકો એકજ પરિવારના સભ્યો હતા. જેઓ મૂળ દાહોજ જિલ્લાના રહેવાશી હતા અને મહેસાણાના વાલમ ગામમાં મજૂરી કામ કરતા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
- મહેસાણા જિલ્લાના વિસનગર-ઊંઝા હાઈવે પર ગામ-કાંસા નજીક ગુરુવારના રોજ સાંજે માર્ગ અકસ્માતની ઘટના બનવા પામી હતી.એક બાઈકને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.
જે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે તેમાં લાલીબેન પારઘી,તેમના પતિ સવાભાઈ હકલાભાઈ પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ માહિતી અંગે તપાસ શરુ કરી છે.