પાટણ-ચાણસ્મા હાઇવે પર આવેલ મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

બનાવની વિગત એવી છે કે પાટણના મેમદપુર નજીક બુધવારે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ પત્ની અને બે દિકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યાં હતા. તે દરમિયાન આઈસર સાથે તેમની કાર અથડાઈ હતી. જેમાં શિક્ષક ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની નીતાબેન અને આઠ વર્ષીય પુત્રી ઉર્વીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 12 વર્ષીય યશ્વીની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024