પી.જી હોસ્ટેલમાં યુવતીની છેડતી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ભાવિન શાહ તરીકે થઇ હતી. ભાવિન શાહ એક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ભાવિન શાહ નરોડાનો રહેવાસી છે. ભાવિન ઘટનાના બે દિવસ અગાઉ પણ ફૂડ ડિલિવરી માટે આવ્યો હતો. નોંધનીય છે કે ભાવિને નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલનયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવતીની છેડતી કરી હતી. નોંધનીય છે કે ભાવિનની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં ઘરમાં ઘૂસી યુવતીઓની છેડતી કરનારા નરાધમ આરોપીને પોલીસે દબોચી લીધો છે. નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પ્રાથમિક વિગત પ્રમાણે આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રદીપસિંહે જણાવ્યું કે 15 જૂનના રોજ પીજીમાં રહેતી મહિલા સાથે છેડછાડનો મામલો બહાર આવ્યો હતો, એ સમયે ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા હવે તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર છે. સ્થાનિક પોલીસ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેશે. હાલ પીજી માટેના હાલ કોઈ નિયમો નથી. મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવાની હોય છે જેનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.