પાટણ-ઊંઝા હાઇવે ઉપર સર્જાયો ભયંકર અકસ્માત – બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
Accident On Patan Unjha Highway : પાટણ ઊંઝા રોડ ઉપર ભયંકર અકસ્માત સર્જાયો હતો. બાલીસણા ગામનાં પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ પુરાવી રોડ ક્રોસ કરી રહેલા બાઈક સવારને અર્ટિકા કારે લીધા અડફેટે લીધો હતો. કારની ટક્કરે બાઈક સવાર ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો હતો.અકસ્માતની સમગ્ર ઘટના પેટ્રોલ પંમ્પ ઉપર લાગેલ સીસીટીવી કેમેરા કૈદ થઈ હતી.
પાટણ-ઊંઝા હાઇવે ઉપર બાલીસણા (Balisana) નજીક પેટ્રોલ ભરાવીને બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કાર ચાલકે બાઈક જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક સવાર યુવક ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર ફંગોળાયો હતો. બાઈક ચાલકને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું.
બાલીસણા ગામમાં રહેતા પટેલ બાબુભાઈ ગોવાભાઇ (Patel Babubhai Govabhai Accident) નામનો યુવક હાઇવે ઉપર આવેલા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવીને ઘરે જવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પુરઝડપે આવી રહેલી અર્ટિકા કારના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક ચાલક ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર પટકાયો હતો. જેને લઈ તેને ગંભીરઈજા પહોંચી હતી. કારની ટક્કરથી યુવકને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
તો કાર ચાલક પણ પોતાની ગાડીને કાબુમાં કરવાનો પ્રયાસ કરતા ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જોકે, સદનસીબે તેનો બચાવ થયો હતો, પરંતુ શરીરના ભાગે ઇજાઓ થતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ