NSA Ajit Doval

NSA Ajit Doval

નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ (NSA Ajit Doval) શુક્રવારે ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે ત્રીપક્ષીય વાર્તા માટે કોલંબો પહોંચ્યા છે. વર્ષ 2014મા નવી દિલ્હી બાદ આ બેઠક 6 વર્ષ બાદ પ્રથમવાર યોજાઈ રહી છે. શ્રીલંકામાં ભારત અને માલદીવની સાથે મરીન સુરક્ષા સહયોગ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ચોથી બેઠક આયોજીત થઈ રહી છે.

ડોભાલ અને માલદીવના રક્ષામંત્રી મારિયા દીદી એક બીજાના પ્રતિનિધિમંડળની સાથે વાતચીત કરશે. આ સિવાય બાંગ્લાદેશ, મોરીશસ અને સેશેલ્સના ઓબ્ઝર્વર પણ હાજર રહેશે. 

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

કોલંબોમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યુ, ‘NSA અજીત ડોભાલ મેરીટાઇમ અને સુરક્ષા સહયોગ પર ભારત-શ્રીલંકા-માલદીવ ત્રણપક્ષીય વાતચીત માટે કોલંબો પહોંચ્યા છે. તેમનું આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ શિવેન્દ્ર સિલ્વાએ સ્વાગત કર્યુ.’

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, NSA સ્તર પર ત્રણપક્ષીય બેઠકથી હિંદ મહાસાગરમાં દેશોને અસરકારક પ્લેટફોર્મ મળશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024