પૈસા માટે મિત્રએ પથ્થર વડે મિત્રનું મોઢું છૂંદી નાંખ્યું, લાશ જોઈને પોલીસ પણ ડરી ગઈ!

પોસ્ટ કેવી લાગી?

રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સો સામે આવતા આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્ટોન કિલરે કરેલી હત્યાની થિયરી જોઈને તેની માનસિક વિકૃતિનો પોલીસે અંદાજો લગાવ્યો છે. સ્ટોન કિલરે યુવકનું પથ્થર વડે મોઢું છૂંદી કરપીણ હત્યા કરી છે અને ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો પરંતુ નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવાવર મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે. ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો. પરંતુ નારોલ પોલીસે આ ઘટનામાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાંજ સ્ટોન કિલરને શોધી કાઢ્યો હતો.

પોલીસની પુછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો જ મિત્ર હોવાનું સામે આવ્યું છે. પરંતુ મિત્ર-મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો અને આ ઝઘડો ઉગ્ર બનતા સ્ટોન કિલરે એક પ્લાન ઘડ્યો હતો. જેમાં સ્ટોન કિલરે રાજકુમાર યાદવ નામના વ્યક્તિને સનરાઈઝ હોટલ પાછળના અવાવરું મકાનમાં પૈસા આપવા માટે બોલાવ્યો હતો, જ્યાં તેણે છેતરીને પથ્થર વડે મોઢું છૂંદી તેની કરપીણ હત્યા કરી નાંખી છે.

નોંધનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નારોલ પોલીસ સતર્ક બની ગઈ હતી અને આરોપીની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures