પીડિતાની બહેન : પોલીસનું એન્કાઉન્ટર ઉદાહરણ રૂપ સાબિત થશે

  • એન્કાઉન્ટરના એક સમાચાર મળ્યા બાદ પીડિતના પિતાએ કહ્યું કે, અમારી દીકરીને મર્યાના 10 દિવસ થઈ ગયા છે. સાથે જ પીડિતાની બહેને કહ્યું કે, આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. હવે આ તમામ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થશે, મને આશા છે કે આગળ આ પ્રકારની ઘટના નહીં બને. હું પોલીસ અને તેલંગાણા સરકારનો આભાર માનું છું.
  • મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા.
  • મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થતાં તેની સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે
  • તેલંગાના ના પાટનગર હૈદરાબાદ માં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને શબ સળગાવી દેવાના મામલાના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.
  • હવે સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું થયું કે પોલીસને તમામ આરોપીઓ ઉપર ગોળી ચલાવવી પડી. આ સવાલનો જવાબ શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ આપ્યો છે.
  • શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું કે, સાઇબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માટે લાવી હતી, જેથી ઘટના સાથે જોડાયલી કડીઓને જોડી શકાય.
  • આ દરમિયાન આરોપીઓએ પોલીસથી હથિયાર છીનવી લીધું અને પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું. પોલીસે આત્મરક્ષામાં ગોળી ચલાવી જેમાં આરોપીઓના મોત થઈ ગયા.
  • આ પહેલા સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે જણાવ્યું કે, આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશાવુલૂ શાદનગરથી ચટનપલ્લીમાં પોલીસ એન્કાઉન્ટરમાં શુક્રવાર સવારે માર્યા ગયા. તેઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે થઈ.
  • મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પોલીસ શુક્રવારની સવારે આરોપીઓને તે જ ફ્લાઇઓવરની નીચે લઈ ગઈ જ્યાં આ લોકોએ પીડિતાની ગેંગરેપ બાદ હત્યા કરી દીધી હતી.
  • હત્યા બાદ આ તમામે ડૉક્ટરને સળગાવી દીધી હતી.

  • પોલીસે જણાવ્યું કે, તેઓ ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માંગતા હતા, જેનાથી આ ઘટના સાથે જોડાયેલી દરેક જાણકારી મળી શકે.
  • આરોપીઓને જ્યારે ઘટનાસ્થળે લઈ જવાયા તો તેઓએ પોલીસની બંદૂક છીનવી લીધી અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો.
  • મળતી માહિતી મુજબ, આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ પોલીસને પણ ફાયરિંગ કરવું પડ્યું. બંને તરફથી થયેલા ફાયરિંગમાં ચારેય આરોપીઓના મોત થયા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024