હૈદરાબાદ ગેંગરેપ : ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા.
- તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝમાં પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટ્યું હતું.
- પૂછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ચારેયના મોત થયા હતા.
- હૈદરાબાદમાં 27 નવેમ્બરે ટુ-વ્હીલરનું ટાયર પંચર થતા ટોલ પ્લાઝા પાસે રાહ જોઈ રહેલી 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી.
- ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ હતું.
- આરિફની ઉમર 26 વર્ષ હતી, જ્યારે અન્ય આરોપીઓની ઉંમર 20 વર્ષ હતી. આ તમામ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર હતા, જેમણે દારૂ પીધા બાદ 7 કલાક સુધી ડોક્ટર સાથે આ કૃત્ય આચર્યું હતું.
- ત્યારબાદ પીડિતને શાદનગરના બહારના વિસ્તારમાં સળગાવી દીધી હતી. ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.
- હૈદરાબાદમાં જે હાઈવે NH 44 પર 27 નવેમ્બરની રાત્રે મહિલા ડૉક્ટરનું ગેંગેરપ અને હત્યા થઈ તે હાઇવે પર તેલંગાના પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું છે.

- હૈદરાબાદ પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે એટલા માટે લઈ ગઈ હતી જેથી ઘટનાનું રિક્રિએશન કરી શકાય. આ ઘટના શુક્રવાર સવારની છે.
- ઘટનાનું રિક્રેએશન કરવા માટે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સમયસૂચકતા રાખીને તેમની પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું.
- પોલીસની ત્વરિત કાર્યવાહીથી ચારેય દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું.
- પોલીસ મુજબ, 27 નવેમ્બરની રાત્રે મહિલા ડૉક્ટરનું ટ્રક ડ્રાઇવર અને તેના સાથીઓએ અપહરણ કર્યું. આરોપીઓ પીડિતાને સૂમસામ સ્થળે લઈ ગયા અને તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.

- ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમનું એન્કાઉન્ટર કરી દીધું.
- હૈદરાબાદમાં મહિલા ડૉકટર સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરવાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા હતા. રસ્તા પર ઉતરીને લોકો મહિલા સુરક્ષા પર સવાલ કરી રહ્યા હતા. પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા હતા અને આરોપીઓના વીડિયો અને સમગ્ર કુંડળી સામે આવી ગઈ હતી. બીજી તરફ, આરોપીઓને હૈદરાબાદની કેરલાકુલ્લી જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.
- એક આરોપીએ મોં અને નાક દબાવીને પીડિતાનો જીવ લીધો. ત્યારબાદ ત્યાંથી 27 કિમી દૂર લઈ જઈને પેટ્રોલ છાંટીને તેનું શબ સળગાવી દીધું. શબની પાસે જ પીડિતાનો ફોન, ,ઘડિયાળ બધું છુપાવી દીધું હતું.

- પોલીસ રિમાન્ડની કૉપી મુજબ, 27 નવેમ્બરની રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસની પકડમાં આવેલા ચારેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
- હૈદરાબાદની ગેંગરેપ અને હત્યાની આ ઘટનાનું રિક્રિએશન કરવા માટે પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસ મુજબ, ત્યાંતી ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, તેથી ચારેયનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.