PM Modi

UNGA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી. 

આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે 75 વર્ષ  પહેલા યુદ્ધની ભયાનકતાથી એક નવી આશા પેદા થઈ. માનવ ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર દુનિયા માટે એક સંસ્થા બનાવવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર (UNGA) ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે ભારત તે મહાન દ્રષ્ટિકોણનો ભાગ હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે. 

વડાપ્રધાને કહ્યું કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ. એક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 193 સભ્યોવાળી UNGA ને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે યૂનાઇટેડ નેશન્સના કારણે આપણી દુનિયા એક ઉત્તમ સ્થળ બની શક્યું છે.

PM મોદીએ કહ્યું કે આજે અમે જે જાહેરાતો કે કામ કરીએ છીએ તેને સ્વીકારવામાં આવે છે. જો કે સંઘર્ષને રોકવા, વિકાસને સુનિશ્ચિત કરવા, જળવાયુ પરિવર્તન, અસમાનતા ઘટાડવા અને ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા જેવા મુદ્દાઓ પર હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ જાહેરાતો અને કાર્યો હેઠળ ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024