PM Modi

PM Modi

કોરોનાની મહામારી હજી પણ યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી એક દિવસમાં 90,000થી 1,00,000 સુધીના કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે એકવાર ફરી રાજ્ય સરકારો સાથે વાતચીત કરશે. બુધવારના રોજ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે.

આ બેઠકમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને પંજાબ રાજ્ય સામેલ છે. આ રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ જોવા મળી રહ્યાં છે. આ બેઠકમાં આ રાજ્યોના આરોગ્ય મંત્રી પણ સામેલ થશે. આ બેઠકમાં PM મોદી હાલની પરિસ્થિતિ, ટેસ્ટિંગને ઝડપ ,અનલોકના પરિણામ અને આગળની રણનીતિને લઇને ચર્ચા કરશે.

આ પણ જુઓ : કોરોના બાદ હવે આ રોગ પુરુષોને બનાવે છે નપુંસક

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ તો દેશમાં કુલ કોરોનાના 60 ટકા કેસ આ 7 રાજ્યોમાંથી આવે છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય સૌથી વધુ આગળ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024