• અમદાવાદમાં જીમ અને મલ્ટિપ્લેક્સ થિયેટર વ્યવસાયને પણ શરૂકરવાની સંચાલકો માગણી કરી રહ્યા છે.
  • જીમ સંચાલકોનું કહેવું છે કે immunity માટે કસરત બેસ્ટ માધ્યમ છે અને અમે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તૈયાર છીએ.
  • અમારે લાખો રૂપિયા ભાડું અને સ્ટાફનો પગાર પણ ચૂકવવાનો છે. પરંતુ છેલ્લા બે મહિનાથી અમારો વ્યવસાય સાવ બંધ છે.
  • નરોડામાં આવેલા એડિકશન જીમના માલિક રણજીતસિંહ ડાભીએ કહ્યું હતું કે અમારી ઉપર લાખો રૂપિયાનો બોઝો પડ્યો છે. તેથી સરકારને અપીલ કરીએ છે કે અમને હવે આ વ્યવસાય શરૂ કરવા પરવાનગી આપે.
  • તે સાથે સાથે બે મહિનાનું લાઇટ બિલ અને ટેક્સ માફ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
  • જીમમાં પર્સનલ ટ્રેનર તરીકે સર્વિસ આપતા ટ્રેનર સુમિત જણાવે છે કે અમારી પણ આર્થિક હાલત ઘણી કફોડી બની છે. જીમ ચાલુ હોય તો જ તેમને કલાઇન્ટ્સ પેમેન્ટ આપતા હોય છે તેથી છેલ્લા ત્રણ મહિનાથી તેમને પેમેન્ટ મળ્યું નથી.
  • જીમ સાથે રાજ્યભરના થિયેટર અને મલ્ટીપ્લેક્સ પણ બિલકુલ બંધ હાલતમાં પડ્યા છે.
  • મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ જણાવે છે કે અમે સરકારમાં મલ્ટિપ્લેક્સ શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ઉપરાંત એસોસિએશન તરફથી લાઈટ બિલ અને ટેક્સમાં પણ રાહત આપે તે માટે અમે વિનંતી કરી છે.
  • સ્ટાફનો પગાર મેઇન્ટેનન્સ અને લાઈટ બિલ પણ પોસાય તેમ નથી. તેથી સરકાર થિયેટર ખોલવાની છૂટ આપે તો અમારો પણ વ્યવસાય ચાલુ થાય.પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024