• શીના ત્રિવેદી રોસેલે સિટીમાં આવેલા ઇલિનોઇસમાં લેક પાર્ક એજ્યુકેશનલ ફાઉન્ડેશનની વિદ્યાર્થીની છે. તેણે 7 સેમેસ્ટરના અંતે 5.0થી વધુ GPA મેળવ્યો છે.
  • જેથી શીનાને ઇલિનોઇસ રાજ્ય દ્વારા વર્ષ 2020-21 US પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
  • શીના ત્રિવેદીએ બે સ્ટેટ સ્કોલરશિપ સાથે વિવિધ 9 એવોર્ડ પણ મેળવ્યા છે.
  • શીના ત્રિવેદીનું મૂળ વતન વડોદરા છે.અને આ બાબત વડોદરા માટે ખુબજ ગૌરવ અપાવે છે.
  • શીના ત્રિવેદી તેની માતા હિના ત્રિવેદી પાસેથી પ્રેરણા લઇ તેમની જેમ સામાજિક સેવા પણ કરી રહી છે.
  • લોકડાઉન દરમિયાન અનેક જરૂરીયાતમંદ બાળકો માટે શીનાએ ભોજન સહિતની વ્યવસ્થાઓ પણ કરી હતી.
  • 40 વર્ષ પહેલા શીના ત્રિવેદીની માતા હીના ત્રિવેદી વડોદરાથી અમેરિકામાં સ્થાયી થયાં હતાં.
  • હિના ત્રિવેદી શિકાગોમાં ભારતીય સમુદાયના નેતા છે. ભારત સરકાર દ્વારા હીના ત્રિવેદીને વર્ષ 2017માં બેંગ્લોરમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ માટે પ્રતિનિધિ તરીકે આમંત્રણ અપાયું હતું.
  • હીના ત્રિવેદી અમેરિકામાં રહેતા ભારતીયોની બીજી અને ત્રીજી પેઢીને અને વિદ્યાર્થીઓને ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે શીખવે છે.
  • હીના ત્રિવેદીઇન્ડો-યુએસ લાયન્સ ક્લબના પ્રમુખ છે.
  • હીના ત્રિવેદીને માનવતાવાદી સેવા માટે મેલ્વિન જોન્સ ફેલો એવોર્ડ પણ મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News