બાબરી કેસમાં અડવાણી,મનોહર જોશી સહિત 32 આરોપીઓ નિર્દોષ જાહેર

Babri case
- Advertisement -

This browser does not support the video element.

Babri case

બાબરી ધ્વંસ કેસ (Babri case)માં લખનઉની સીબીઆઈની કોર્ટે બીજેપીના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જજ એસકે યાદવે ચૂકાદો સંભળાવતા કહ્યું કે, ઘટના પૂર્વનિયોજિત ન હતી. 6 ડિસેમ્બર 1992ની ઘટનામાં ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી. તે ઘટના અચાનક બની.

આ પણ જુઓ : PM મોદીએ હાથરસ ગેંગરેપ મામલે યોગી આદિત્યનાથ સાથે વાત કરી

કોર્ટે કહ્યું કે, વીડિયોને સીલબંધ લેટરમાં જમા કરાયા ન હતા. સીબીઆઈએ પુરાવા અધિનિયમનું પાલન કર્યું નથી. સીબીઆઈએ જે વીડિયો મૂક્યા હતા, તેને કોર્ટે ટેમ્પર્ડ માન્યા હતા. કોર્ટે સીબીઆઈ તરફથી જમા કરાયેલ તમામ વીડિયો રેકોર્ડિંગ્સને ફેબ્રિકેટેડ માન્યા અને તેના પુરાવા તરીકે માનવાનો ઈનકાર કરી દીધો હતો.

આ પણ જુઓ : હાથરસમાં પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા

ઉપરાંત કોર્ટે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ સીધો હાથ ન હતો. 12 વાગ્યા સુધી સ્થિતિ સામાન્ય હતી, પણ અમુક અસામાજિક તત્વોએ હંગામો કર્યો અને પથ્થરબાજી કરી હતી. FIR નંબર 198 સંઘ પરિવારના કાર્યકર્તાઓ સહિત આડવાણી, જોશી, તત્કાલીન શિવસેના નેતા બાલ ઠાકરે, ઉમા ભારતી વગેરેની સામે હતી.બાબરી ધ્વંસ કેસમાં કુલ 49 આરોપીઓ હતા પણ 17 આરોપીઓના નિધન થઈ ગયા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.