ગુજરાતના રાજ્યસભા ઉમેદવાર એસ. જયશંકર પાસે કુલ 15.82 કરોડની સંપત્તિ છે. જયશંકર અમેરિકાના વોશિંગ્ટન, સિંગાપોર અને જાપાનના ટોક્યોની બેંકમાં પણ થાપણ ધરાવે છે. જ્યારે ભાજપના અન્ય ઉમેદવાર જુગલ ઠાકોર પત્ની અને બાળકો સહિત 101.48 કરોડ રૂપિયાની સંપતિના આસામી છે. ઠાકોર 61.56 લાખની વોલ્વો કાર ધરાવે છે. તેમના પુત્ર પાસે 18.42 લાખની કિંમતની ડુકાટી બાઇક છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાની કુલ મિલકત 18.69 કરોડ છે. પંડ્યા એસ્ટ્રા રિવોલ્વર પણ ધરાવે છે. કોંગ્રેસના અન્ય ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમા પાસે 2.35 કરોડની સંપતિ છે.

ગાંધીનગરમાં રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી કર્યાં બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે પત્રકારો સાથે ચર્ચા દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, અમેરિકાના વિદેશમંત્રી માઇલક પોમ્પીઓની ત્રણ દિવસની ભારત મુલાકાત દરમિયાન વૈશ્વિક આતંકવાદ અને વ્યાપાર મુદ્દે વ્યાપક અને હકારાત્મ ચર્ચા થશે. જયશંકર બુધવારે પોમ્પીઓ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.