Lock down
- વૈશ્વિક મહામારી કોરોના (Corona) કહેર વચ્ચે ગુજરાતના પાટણ શહેરમાં આજથી 1 વાગ્યા સુધી જ બજારો ખુલવાની જાહેરાત કરાઈ છે.
- કોરોના (Corona) સંક્રમણ વધતા પાટણ નગરપાલિકાએ બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) નો એક મોટો નિર્ણય લીધો છે.
- તો પાટણમાં બપોરે 1 વાગ્યા પછી તમામ બજારો બંધ રહેશે.
- 31 જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
- તેમજ નિયમ ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરાશે.
- પાટણ બાદ હવે ગઢડામા કોરોના (Corona)ના પોઝીટીવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે
- ત્યારે કોરોનાનુ સંક્રમણને અટકાવવા ગઢડા વેપારી એસોસિએશન દ્વારા 31 જુલાઈ સુધી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) નો એક મોટો નિર્ણય લીધો છે.
- રોજ બપોરના 3 કલાકથી નાના મોટા ધંધા રોજગાર, લારી ગલ્લા સહિતના વેપારો બંધ રાખવાનો નિર્ણય કરાતા આજે ગઢડા સજજડ બંધ રહ્યુ હતું.
- તેમજ બોટાદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે.
- બોટાદ શહેરમા તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં પણ દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
- જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 193 કેસો પોઝીટીવ નોધાયા છે
- જયારે 111 લોકો સારા થઈ ગયા છે જેમા આજદિન સુધીમાં જિલ્લામાં કુલ 7 કોરોનાના દર્દીઓના મોત થયા છે
- તો હાલમા કુલ 75 પોઝીટીવ કેસો છે. તેઓ સાળગપુર તેમજ ભાવનગરની હોસ્પિટલમા સારવાર હેઠળ છે.
- આમ સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે જયારે જિલ્લાના ગઢડા શહેરમા પણ કોરોના (Corona) ના પોઝીટીવ કેસો નોંધાયા છે.
- તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ કોરોનાનુ સંક્રમણ વધી રહી છે તે ચિંતાજનક છે, ત્યારે ગઢડાના વેપારી એસોસીએશને એક બેઠક યોજી હતી.
- જેમા રોજ બપોરના 3 કલાકથી તમામ નાના મોટા વેપાર ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
- જેના ભાગરૂપે આજે ગઢડા બપોરના 3 કલાકથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) રાખ્યું છે.
- અત્રે નોંધનીય છે કે, બુધવારથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે.
- 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
- કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો હતો.
- અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે.
- પાટણ નગર પાલિકા ખાતે કોરોના (Corona) ને લઈ અગત્યની મિટિંગ મળી હતી.
- પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.
- બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
- જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow