કેન્દ્રમાં ફરીવાર ભાજપ સરકાર બની રહી છે અને ગુજરાતમાં પણ તમામ 26 બેઠકોના વિજય સાથે 2014નું પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ટ્વિટ કરીને ભાજપની જીતને બેઈમાનીની જીત ગણાવી છે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઈમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી છે. અમે ઈમાન સાથે મેદાનમાં હતા. જનતાએ નહીં બેમાનીએ ભાજપને જીતાડ્યો છે. તમે મને ગાળો આપી શકો છો, પણ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મુખ પર ખુશી નથી. ભારત માતા કી જય.

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ને મોટું નુકસાન કરનાર યુવા નેતા હાર્દિક પટેલ ની એક મહત્વ ની ટ્વીટ સામે આવી છે.હાલ હાર્દિક પટેલ કોંગ્રેસ ના નેતા છે અને કોંગ્રેસે હાર્દિક પટેલ ને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા ત્યાર બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ ને જીતાડવા માટે દેશભર માં સભાઓ ગજવી હતી અને પ્રચાર કર્યા હતા પરંતુ આજે મતગણતરી વખતે બીજેપી આગળ છે અને બીજેપી ની સરકાર બને એવા પરિણામ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ એ એક ટ્વીટ કર્યું છે

ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ૨૬ એ ૨૬ બેઠકો વધુ મતો સાથે જીતવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કોંગ્રેસ હતાશામાં ગર્ક છે અને હાલ કોંગ્રેસ કાર્યાલયમાં કોઈ દેખાતું નથી. હાર્દિક પટેલ પણ ગુજરાતમાં પોતાનો કોઈ જાદુ ના બતાવી શકતા તેની રાજનીતિક કારકિર્દી પણ જોખમાઈ છે.