Ahemdabad

Ahemdabad

કોરોના મહામારીના કારણે બધાજ ઉત્તસવો ને ગ્રહણ લાગી ગયું છે. તેવામાં હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. સબારમતી નદીના પટ તરફ જતા બધા માર્ગો પર પતરાં મારી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાનથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીમાં અનેક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે.

કોરોનાને કારણે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું ધ્યાન રાખતા ગણેશ વિસર્જન માટે લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં ના જાય તે માટે માર્ગ બંધ કરાયો છે. ગણેશ સ્થાપના કરી છે તે તમામ લોકો કોરોના સંક્રમણને જોતા ગણેશ વિસર્જન વિધિવિધાન પૂર્વક પોતાના ઘરે જ કરે તેવી અગાઉથી તંત્રએ વિનંતી કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024