Traffic

પાટણ શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ યુનિવર્સિટી રોડ પર રેલવે ફાટક છે. આ રેલવે ફાટક મુખ્ય પ્રવેશ માર્ગ હોવાથી સવારે લોકોને કામ અર્થે અવરજવર માટે સૌથી વધુ ઘસારો રહેતો હોય છે. પરંતુ એજ સમયે 10 થી 11 :30 સુધીમાં 2 થી 3 વાર ફાટક બંધ થતા બંન્ને તરફ વાહનોની લાંબી લાઈન લગતા Traffic જામ થઈ જાય છે.

ઓછામાં પૂરું એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે, શહેર તરફ આવવાના રસ્તાના એક ભાગમાં ભુવો પડેલ છે. તેથી વાહનો અંદર પછડાઈને પસાર થતા સમય લાગતો હોય છે. તો પાછળના વાહનોને લાંબો સમય લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

ઉપરાન્ત ફાટક ખુલે અને ત્યારબાદ ટ્રાફિક (Traffic) માંથી નીકળવા સુધી અંદાજે 20 થી 25 મિનિટ સુધી પલળવાનો વારો આવી રહ્યો છે. જેથી સત્વરે પાલિકા દ્વારા બનાવામાં આવનાર બાયપાસ રેલવે ગરનાળા વાળો રસ્તો તૈયાર કરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024