- રાજ્યભરમાં છેડતી કે બળાત્કાર ના કિસ્સા અટકવાના નામ નથી લેતા. પરંતુ આવા કિસ્સા વધે જ જાય છે. વસ્ત્રાપુર વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. એક સગીરા કાર શીખવાગઈ હતી. કાર શીખવાડનાર ટ્રેનર બાજુમાં જ બેઠો હતો. ટીવી ટાવર પાસે પહોંચ્યા ત્યારે સગીરાની માતા ને દૂર ઉતારી દઈ આ ટ્રેનરે સગીરાની સામે જ હસ્ત મૈથુન કરી દીધું હતું. સગીરા ગભરાઈ જતા જ એણે માતાને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ ની ધરપકડ કરી છે.

- અમદાવાદની એક કૉલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા વસ્ત્રાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આ સગીરા ને કાર શીખવાની હોવાથી નજીકમાં રહેતા એક આધેડ પાસે કાર શીખતી હતી. આમ તો તે રોજ એકલી જ કાર શીખવા જતી હતી. પણ તેની માતાએ એક દિવસ સાથે જવા કહેતા સગીરા તેની માતા અને આ ટ્રેનર નિકલ્યા હતા. ટીવી ટાવર પાસે પહોંચ્યા ત્યારે આ ચાલક એ સગીરાની માતા ને ઉતાર્યા હતા.અને તેને ખરાબ કૃત્ય કર્યું હતું .
- રસ્તા આગળ સગીરાને કાર શીખવાડવા લઈ ગયો હતો. સુમસામ રોડ હોવાથી આધેડ એ અચાનક જ કાર થોભાવી અને આ સગીરાને જોઈને તેની સામે જ હસ્ત મૈથુન કરવાનું શરૂ કરી દીધું હતું. સગીરા ગભરાઈ જતા તેણે બુમાબુમ શરૂ કરી અને સગીરાની માતા એટલામાં ત્યાં આવી ગઈ હતી. અને સાથે સાથે પોલીસને જાણ કરતા પોલીસે આરોપી દિનેશ ની ધરપકડ કરી હતી.
- પોલીસ નું એવું કહેવું છે કે આરોપી દિનેશ તેના બહેન અને બનેવી સાથે રહે છે. તેના પત્ની મરણ પામ્યા છે અને બાળકો તેમના સાસરીમાં રહે છે. આરોપી આધેડ છે અને વિકૃતતાની હદ વટાવતા પોકસો મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News