- ફતેહવાડી કેનાલ પાસે રહેતી એક મહિલા તેના પતિના ત્રાસથી કંટાળી ગઇ હતી.
- તેનો પતિ રોજ રાત્રે ખરાબ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ દવાઓ ખાઈને પત્નીને શારીરિક અને માનસિક યાતના આપતો હતો.
- આ ત્રાસથી કંટાળીને મહિલા મદદ માંગવા પોલીસ પાસે પહોંચી હતી.
- પોલીસ સમક્ષ પોતાની કહાની સંભળાવતા તેને ન્યાય અપાવવા માટે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- સરખેજના ફતેહવાડીમાં રહેતી 32 વર્ષીય યુવતીના વર્ષ 2019માં લગ્ન થયા હતા.
- લગ્નના 25 દિવસ બાદથી જ સાસરિયાઓએ યુવતી પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું.
- લગ્ન બાદ પતિ પણ મોડી રાત સુધી બીભત્સ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ ગોળીઓ લઇને યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો.
- મહિલા પોતાનું ઘર બચાવવા માટે આ ત્રાસ સહન કરતી હતી. આટલું જ નહીં પણ જે મકાનમાં તેઓ ભાડે રહેતા હતા તે મકાન માલિક પાસે તેના દિયર ગયા હતા અને બાદમાં જે ડિપોઝિટ પરત લેવાનું કહીને યુવતીને ઘર ખાલી કરી દેવાનું કહેતા હતા.
- આખરે આ ત્રાસ સહન ન થતાં યુવતી તેના પિયર જતી રહી હતી.
- યુવતીએ પોલીસ કમિશનર કચેરી, મહિલા ક્રાઇમ સેલ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News