શહેરમાં દિવસેને દિવસે બૂટલેગરો બેફામ બની રહ્યો છે અને પોલીસ તમાશો જોઈ રહી છે. આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે. બાપુનગરની કુખ્યાત મહિલા બૂટલેગર સિતારાના આતંકનો એક વીડિયો સામે આવ્યો છે. બાપુનગરના એક યુવકે બૂટલેગર સિતારા દારૂ વેચતી હોવાની અરજી કરતા સિતારાએ આ યુવકને ઘરમાં ઘરમાં ઘુસીને ઢોર માર માર્યો હતો. જેને પગલે પોલીસે સામાન્ય અટકાયતી પગલા લઈ કામગીરી કરી હોવાનો સંતોષ માન્યો છે.

સિતારા સામે અનેક ગુના, જેલની હવા પણ ખાય ચૂકી છે

સિતારા ઉર્ફે આપા નામની આ મહિલા બૂટલેગર સામે મારામારી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં,મહિલા બૂટલેગર પાસા હેઠળ જેલની હવા પણ ખાય ચૂકી છે. બૂટલેગર સિતારા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સિતારા સામે ધાક ધમકી, મારા મારી અને દારૂના કુલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે.

મળતી માહિતી પ્રમાણે 37 વર્ષની આ મહિલા બુટલેગર બાપુનગરની છે અને તેની પર પહેલા પણ ગંભીર ગુનોઓ નોંધાયા છે અને તે પાસાની પણ સજા ભોગવી ચુકી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.