અમદાવાદ: પિતાએ જ આચર્યું 9 વર્ષની પુત્રી પર દુષ્કર્મ, થઇ ધરપકડ.
અમદાવાદ શહેરનાં રામોલ વિસ્તારમાં સંબંઘોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતાએ જ તેની 9 વર્ષની પુત્રી પર ગત તારીખ 17મી તારીખે દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ માતાએ ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 17મીએ પિતા અને પુત્રી ઘરમાં એકલા હતાં. માતા કોઇ કામ માટે બહાર ગઇ હતી. આ એકલતાનો લાભ લઇને પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે પુત્રીએ માતા અને અન્ય પરિવારને જાણ કરતા આ આખા મામલો સામે આવ્યો હતો.
જે બાદ માતા અને અન્ય પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અગાઉ પણ પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરવાનાં અનેક કિસ્સા સામે આવ્યાં છે. આશરે 6 મહિના પહેલા આવો જ ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મૂળ માંગરોળના અને લાલપુર ટાઉનમાં ભાડાના મકાનમાં રહેતી એક 21 વર્ષની યુવતીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ‘તે દોઢેક વર્ષની હતી. ત્યારે માતાનું મૃત્યુ નિપજ્યું હતું.
જે બાદ થોડા વર્ષો પછી તેણીના પિતાએ પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તેણીથી તેને એક પુત્રી અને એક પુત્ર બે સંતાનો થયા હતાં. જે બાદ પરપ્રાંતિય યુવતી સાથે છુટાછેડા થયા હતાં. ત્યારે પુત્રી દસેક વર્ષની હતી. ત્યારથી નરાધમ બાપ શારીરિક અડપલા કરતો હતો. બાદમાં તેણી ઉપર સગા પિતાએ નજર બગાડીને 6 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી.’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.