જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લાખો રૂપિયા અને સોનાની લૂંટ.

પોસ્ટ કેવી લાગી?
  • ઓઢવમાં હીરાબા જ્વેલર્સની દુકાનમાં લૂંટારાઓ ત્રાટકીને ફાયરિંગ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.
  • ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો  લઇ ઘટના સ્થળે પહોંચ્યાં હતા . ઓઢવમાં રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં ગઇકાલે દુકાનદાર સહિત ચાર લોકો હાજર હતા તે સમયે બે લૂંટારાઓ ગ્રાહકનાં બાજુમાં આવીને સોનાની ચેઇન માંગી હતી.
  • આ દરમિયાન લૂંટારાઓ ત્યાં આવી પહોંચતા દુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 91 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
  • ફાયરિંગ કર્યા બાદ આરોપીઓએ દુકાનમાં હાજર અર્જુનભાઈને પણ રિવોલ્વર જેવું હથિયાર મારી ઇજા પહોંચાડી હતી.
  • દુકાનનું શટર બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા. બહાર ઉભેલા લોકો  પ્રતિકાર કરવા માટે આવે તે પહેલાં લૂંટારાઓએ હવામાં ફાયરિંગ કરીને લોકોને ડરાવ્યાં હતાં.
હિરાબા જ્વેલર્સ
  • સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
  • આસપાસનાં તેમજ દુકાનનાં સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું.
  • લૂંટારાઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હોવાથી સ્થાનિક ગેંગ  હોય તેવી પોલીસને આશંકા છે.
  • તો બીજી તરફ પોલીસે બાઇકનાં રજીસ્ટ્રેશન નંબર મેળવીને લૂંટારાઓ સુધી પહોંચવા માટેનાં તમામ પ્રયત્નો શરૂ કર્યાં છે.
  • બે બાઇક પર આવેલા પાંચ લૂંટારાઓએ એટલા ભરચક વિસ્તારમાં લૂંટ ચલાવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures